સુરતમાં લૂંટ કરીને હત્યાની ઘટનાને આપ્યો અંજામ
ઘટનાને અંજામ આપેલ આરોપી ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપાયો
લૂટ વિથ હત્યાની ઘટનામાં બે આરોપીની ધરપક
મોબાઈલ સ્નેચિંગના ગુના નો ભેદ ઉકેલાયો
સુરતમાં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલની લૂંટ કરીને હત્યાની ઘટનાને અંજામ આપેલ આરોપીને ઘટનાના ગણતરીના દિવસોમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા લૂટ વિથ હત્યાની ઘટનામાં બે આરોપીની ધરપકડ કરી છે.
સુરતના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વસુંધરા ઇન્ડસ્ટ્રીઝ ની સામે અજાણ્યા ઇસમો દ્વારા એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી એ પહેલા મોબાઈલ ફોનની લૂટ કરી હતી અને ત્યારબાદ હત્યાની ઘટનાને અંજામ આપ્યું હતું જો કે આ સમગ્ર મામલે તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાયું હતું. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે બાતમી મળી હતી કે વરાછા વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનામાં આરોપીઓ પાંડેસરા ભેદવારની સામે પ્રમુખ ઓવર બ્રિજના નાકા પાસેથી પસાર થવાના છે ત્યારે પોલીસે બાતમીના આધારે આ જગ્યા પરથી બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.પોલીસે બંને આરોપી પાસેથી ₹30,000ના ત્રણ મોબાઇલ અને 50000 રૂપિયાની પલ્સર મોટર સાઇકલ કબજે કરી છે આમ પોલીસે મોબાઈલ અને મોટરસાયકલ મળી 80,000 નો મુદ્દામલ કબજે કરી ત્રણ ગુના નો ભેદ ઉકેલ કાઢ્યો છે. લૂંટ અને હત્યાની ઘટનામાં બે આરોપીની ધરપકડ બાદ સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનાનો સારોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ અને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાયો છે.
વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે સત્યા ટીવી સુરત