Skip to main content

Satya Tv News

બોલીવુડની આ અભિનેત્રીની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. અભિનેત્રીના પિતાએ બરેલી શહેરથી આગામી મેયર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જ્યાં તેઓ સતર્કતા વિભાગમાં એક સર્કલ અધિકારી તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી તૈનાત હતા.

બોલીવુડની અભિનેત્રી દિશા પટણીના પિતા જગદીશસિંહ પટણી રાજકારણમાં ડગ માંડવાનું વિચારી રહ્યા છે. તેમની આ ઈચ્છા અંગે લાંબા સમયથી તૈયારીઓ પણ ચાલી રહી છે. વાત જાણે એમ છે કે યુપી પોલીસની સેવાઓમાંથી સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ એટલે કે VRS લીધા બાદ જગદીશ પટણીએ બરેલી શહેરથી આગામી મેયર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જ્યાં તેઓ સતર્કતા વિભાગમાં એક સર્કલ અધિકારી તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી તૈનાત હતા.

તેઓ પોતાના જીવનના આ નવા પડાવને લઈને ખુબ રોમાંચિત છે. તેઓ પોતે મોટા પાયે પોતાનું પ્રમોશન પણ કરી રહ્યા છે. આવામાં તેમના ચૂંટણી લડવાના ખબરથી ખળભળાટ પણ મચ્યો છે. વાત જાણે એમ છે કે શહેરમાં અનેક જગ્યાએ હોર્ડિંગ લાગ્યા છે. પત્રકારો સાથે વાતચીતમાં દિશા પટણીના પિતા જગદીશ પટણીએ ક હ્યું કે તેમને કેટલાક રાજકીય પક્ષો દ્વારા ટિકિટ આપવાની રજૂઆત કરાઈ છે પરંતુ તેઓ નિર્ણય લેતા પહેલા પોતાના વિકલ્પો અંગે તપાસ કરી રહ્યા છે.

અત્રે જણાવવાનું કે અભિનેત્રી દિશા પટણી કોઈ ને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. અભિનેત્રીની જબરદસ્ત ફેન ફોલોઈંગ પણ છે. જો કે આ મુકામ મેળવવા માટે દિશાએ ખુબ મહેનત પણ કરી છે. દિશા પોતાની ફિલ્મો કરતા વધુ લુક્સ અને ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર અવારનવાર તેના વર્કઆઉટની ઝલક પણ જોવા મળતી રહે છે.

દિશાના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો પીરિયોડિક એક્શન ફિલ્મ ‘સૂર્યા 42’ની અભિનેત્રી દિશા પટણીએ થોડા સમય પહેલા કહ્યું હતું કે હું સૂર્યાસર અને શિવાસર સાથે મારી આગામી ફિલ્મની જાહેરાત કરવા માટે ઉત્સુક છું. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા આ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થયું હતું

error: