સુરતના પીપોદરા મોગલ ધામ મંદિર ખાતે જન્મોત્સવ
મંદિર ખાતે મોગલ માનો જન્મોત્સવ ઉજવાયો
મોગલમાના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
મંદિરે મહાયજ્ઞ તેમજ મહાપ્રસાદીનું આયોજન
સુરતના પીપોદરા મોગલ ધામ મંદિર ખાતે મોગલ માનો જન્મોત્સવ ઉજવાયો હતો. દર વર્ષે મોગલમાના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.પીપોદરા ખાતે આવેલા મોગલધામ મંદિરે મહાયજ્ઞ તેમજ મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું
આસો સુદ તેરસ એટલે માં મોગલ માનો જન્મોત્સવ ત્યારે સુરતના પીપોદરા ખાતે આવેલા મોગલ ધામ મંદિરે દર વર્ષે મોગલ મા નો જન્મોત્સવ ઉજવાય છે વહેલી સવારે મહાયજ્ઞ તેમજ મહા આરતી અને રાત્રિના સમયે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે મોગલમાના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહે છે આ કાર્યક્રમ હિરલમાના સાનિધ્યમાં યોજવામાં આવે છે જેમાં સમગ્ર દિવસ દરમિયાન માતાજીની સ્તુતિ કરી અને ભક્તો માતાજીના ગુણગાન ગાય છે જન્મોત્સવને દિવસે હજારોની સંખ્યામાં માઇ ભક્તો માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચે છે.. નેશનલ હાઇવે નંબર આઠ પર પીપોદરા ખાતે મોગલ માના મંદિર ની 14 વર્ષની સ્થાપના કરવામાં આવી છે અને આસો સુદ તેરસના દિવસે અહીંયા ભક્તોનો મેળો જામે છે અને ભક્તો માં મોગલ માં તેમજ હિરલ માં ના દર્શન કરી ધન્યતા અનુભવે છે..
વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે સત્યા ટીવી સુરત