નેત્રંગ નગરમાં આજે ઈદ-એ-મિલાદની ઉજવણી
મુસ્લિમ સમાજના યુવા બિરાદરો દ્વારા ઉજવણી
જન્મ દિવસની અનોખી ઉજવણી ક૨વામાં આવી
નેત્રંગ નગરમાં આજે ઈદ-એ-મિલાદની ઉજવણીના ભાગરૂપે નગર ના મુસ્લિમ સમાજના યુવા બિરાદરો દ્વારા વહેલી સવારે ઝુલુસ કાઢી હઝરત મોહમદ પયગમ્બર સાહેબના જન્મ દિવસની અનોખી ઉજવણી ક૨વામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં આજે ઈદ-એ-મિલાદની મુસ્લિમ સમાજ દ્વારા આસ્થાભેર ઉજવણી ક૨વામાં આવી રહી છે. ત્યારે નેત્રંગ તાલુકા માં નેત્રંગ નગર ના મુસ્લિમ યુવાન બિરાદરો અને આગેવાનોએ સાથે મળીને આજે વેહલી સવારે ફજરની નમાઝ બાદ નેત્રંગ કોસિયાકોલા મજીત થી જવાહર બહજર થી લય ને નેત્રંગ બિર્સમુંડા ચોક સુધી ઝુલુસ કાઢી પયગંબર સાહેબના જન્મ દિવસની ઉજવણી કરી હતી.
જેમાં નેત્રંગ નગરના મુસ્લિમ સમાજના અગ્રણી યુવા અને નગર સેવક મોલાના ઈલ્યાસ, આઝીઝ ભાઈ કાગઝી, રહુફ ભાઈ કાગઝી, ઝાકીર ભાઈ સેખ, પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મુસ્લિમ બિરાદરોએ નગર માં ઝુલુસ ફેરવી મીઠાઈ એકબીજાને મીઠું મોં કરાવી ઈદ-એ-મિલાદ ની ઉજવણી હતી,
વિડિઓ જર્નાલિસ્ટ મિતેશ આહીર સાથે સત્યા તિવવી નેત્રંગ