Satya Tv News

રાજસ્થાનમાં રોજગારી નથી ને ગુજરાતમાં વચન આપે છે
બેરોજગારોએ કોંગ્રેસ કાર્યાલય બહાર ગેહલોત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
સાબરમતી આશ્રમમાં સાફ-સફાઈ કરી કોંગ્રેસ સરકારને જગાડવાનો પ્રયાસ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થવા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. તેમાં પણ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર છે. જેથી રાજસ્થાનના બેરોજગારોએ ગેહલોત સામે બાંયો ચડાવવા અમદાવાદમાં ધામા નાખ્યા છે. રાજસ્થાનથી બેરોજગાર યુવકો અશોક ગેહલોતના વિરોધ કરવા અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવ્યા હતા. જે બાદ આ યુવકો ગત રાતે અમદાવાદમાં ખુલ્લા મેદાનમાં ઊંઘી ગયા હતા. 7 દિવસ પૂર્ણ થયા છતાં રાજસ્થાન સરકાર વાતચીત ના કરતી હોવાથી આ યુવકોએ સડક પર સંઘર્ષ શરૂ કર્યો છે. તેમજ અશોક ગેહલોત મળશે તે બાદ જ વાતચીત કરવાનો નિશ્ચય કર્યો છે.

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં કોંગ્રેસ સરકારે રાજસ્થાનમાં રોજગારી પૂરી ના પાડી અને ગુજરાતની ચૂંટણીને લઈને ગુજરાતના યુવાઓને રોજગારીનું વચન આપી રહ્યા છે. રાજસ્થાન બેરોજગાર સંઘ ગુજરાતમાં કોંગ્રેસનો વિરોધ કરી રહ્યું છે.

અમદાવાદ શહેરના પાલડી ખાતેના કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે બેરોજગાર યુવકોએ કોંગ્રેસ કાર્યાલય બહાર અશોક ગેહલોત વિરુદ્ધ નારા લગાવ્યા હતા. જેથી પોલીસે તમામની અટકાયત કરી હતી.

7 દિવસથી વિરોધ કરી રહેલા બેરોજગાર યુવાનોને કોઈ જવાબ ના મળતા આ યુવાનો ગત રાતે અમદાવાદમાં જ ખુલ્લા મેદાનમાં ઊંઘી ગયા હતા. આજે સવારે આ યુવકોએ સાબરમતી આશ્રમમાં સાફ-સફાઈ કરીને કોંગ્રેસ સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યાં સુધી કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત આ યુવકોને મળશે નહીં ત્યાં સુધી યુવાઓ દ્વારા સંઘર્ષ કરવામાં આવશે.

error: