નર્મદાના તિલકવાડા ખાતે મંત્રીએ લીધી મુલાકાત
કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રીએ લીધી મુલાકાત
બામ્બુ ક્રાફ્ટ કલસ્ટરના સંચાલક ઉપસ્થિત રહ્યાં
નર્મદા જિલ્લાનો એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટમાં સમાવેશ થતાં તેમાં ગરીબ તેમજ આદિવાસી પરિવારોના ઉત્થાન માટે સરકાર દ્વારા અનેક વિકાસકામો હાથ ધરવામાં આવી રહ્યા છે.ત્યારે કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન તિલકવાડામાં ‘બામ્બુ ક્રાફટ ક્લસ્ટર’ની થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ તિલકવાડાની લીધેલી મુલાકાત દરમિયાન આદિવાસી ભાઈ-બહેનો દ્વારા વાંસમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવાની કામગીરી ઝીણવટ પૂર્વક નિહાળી બામ્બુ ક્રાફટ ક્લસ્ટરના કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા.સ્થાનિક મહિલાઓ જેવી રીતે વાંસ માંથી અગરબત્તી બનાવી રહી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલના ભાગરૂપે તેમજ ‘‘વોકલ ફોર લોકલ’’નો ધ્યેય પાર પાડવાના ઉમદા આશય સાથે ભારત સરકારના MSME ના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલા “બામ્બુ ક્રાફટ ક્લસ્ટર” તિલકવાડાને સરકાર દ્વારા ૯૦ ટકા સહાય પુરી પાડવામાં આવે છે.જેમાં વાંસ આધારિત હાથથી બનાવેલી ચીજવસ્તુઓ,ફર્નિચર,અગરબત્તી,અગરબત્તી સ્ટીક વગેરે તૈયાર કરવામાં આવે છે.
“બામ્બુ ક્રાફટ ક્લસ્ટર” તિલકવાડાની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની સાથે તેઓના અંગત સચિવ અનીલકુમાર ઝા,આદિજાતિ વિભાગના સેક્રેટરી મુરલી ક્રિષ્ના,ભારત સરકારના ટ્રાયફેડના ચેરમેન રામસિંહભાઈ રાઠવા,નર્મદા જિલ્લા પ્રાયોજના વહિવટદાર પંકજ ઔંધિયા,તિલકવાડા મામલતદાર પ્રતિકભાઈ સંગાડા સહિત જિલ્લા વહિવટી તંત્ર તેમજ સ્થાનિક તંત્રના અધિકારીઓ,બામ્બુ ક્રાફ્ટ કલસ્ટરના સંચાલક શિવમ જોષી સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી નર્મદા