Satya Tv News

પાકિસ્તાનની જેલમાં બંધ તેમના સાથીઓને મુક્ત કરવાની માંગ કરી રહેલા આતંકવાદીઓ દ્વારા એક મંત્રીનું અપહરણ કરવામાં આવ્યું છે. મંત્રી પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વાને ગિલગિટ-બાલ્ટિસ્તાન સાથે જોડતા મુખ્ય માર્ગ પરથી મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ બંને બાજુથી રસ્તો બ્લોક કરી દીધો હતો અને મંત્રી અને અનેક પ્રવાસીઓનું અપહરણ કરી લીધું હતું. આતંકવાદીઓએ ધમકી આપી હતી કે, જો તેમના સાથીઓને છોડવામાં નહીં આવે તો તેઓ મંત્રીઓને નહીં જવા દઈશું. પ્રાપ્ત માહિતી પ્રમાણે આતંકવાદીઓએ મંત્રીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ પાકિસ્તાનમાં અધિકારીઓના હાથ પગ ફૂલી ગયા હતા. ત્યારબાદ સહયોગીઓની મુક્તિની પુષ્ટિ થયા બાદ આતંકવાદીઓએ મંત્રી અને અન્યને જવા દીધા હતા.

શુક્રવારે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક ઓડિયો ક્લિપમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનના વરિષ્ઠ મંત્રી અબૈદુલ્લા બેગને કથિત રીતે કહેતા સાંભળી શકાય છે કે, ઈસ્લામાબાદથી ગિલગિટ જઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે, આતંકવાદીઓએ તેમના સાથીઓને જેલમાંથી મુક્ત કરાવવા માટે અધિકારીઓ પર દબાણ બનાવવાના ઉદ્દેશ્યથી રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે. નાણા, ઉદ્યોગ, વાણિજ્ય અને શ્રમ મંત્રાલયના પ્રભારી મંત્રી અબૈદુલ્લા બેગ દ્વારા શેર કરવામાં આવેલ એક વીડિયોમાં જોઈ શકાય છે કે આતંકવાદીઓની મુક્તિની પુષ્ટિ થયા બાદ તેમને જવા દીધા હતા.

કુખ્યાત આતંકવાદી હબીબુર રહેમાનના સાથીઓએ શુક્રવારે સાંજે 4 વાગ્યે દિયામેરના ચિલાસના થક ગામમાં રસ્તો બ્લોક કરી દીધો હતો જેના કારણે બંને તરફના પ્રવાસીઓ રસ્તાની વચ્ચે અટવાઈ ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે, આતંકવાદીઓએ તેમના સાથીઓને મુક્ત કરવાની માંગ કરી છે, જેમાં નંગા પર્વત ક્ષેત્રમાં વિદેશીઓની ક્રૂર હત્યા અને ડાયમેરમાં અન્ય આતંકવાદી ઘટનાઓમાં સામેલ લોકો સામેલ છે. આતંકવાદીઓએ પ્રાંતમાં ઈસ્લામિક કાયદો લાગુ કરવાની માંગ કરી છે જે મહિલાઓને રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની મંજૂરી નથી. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે, આતંકવાદીઓની તમામ માંગણીઓ પૂરી થઈ કે કેમ.

error: