Satya Tv News

તમિલનાડુમાં આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે

મણિરત્નમની ફિલ્મ પોન્નિયિન સેલ્વન બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. રિલીઝના 9મા દિવસે એટલે કે, શનિવારે બોક્સ ઓફિસ પર 60%નો જંપ જોવા મળ્યો હતો. ઐશ્વર્યા રાય, વિક્રમ ચિયાન અને ઘણા જાણીતા સ્ટાર્સની આ પીરિયડ ડ્રામા ફિલ્મ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે. દેશભરમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ફિલ્મને બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને તમિલનાડુમાં આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. અને હવે પોન્નિયિન સેલ્વને નવો રેકોર્ડ બનાવ્યો છે.

રિલીઝના નવમાં દિવસે પણ બોક્સ ઓફિસ પર પોન્નિયિન સેલ્વની રેકોર્ડ બ્રેક કમાણી ચાલું છે. શનિવારે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 14-15 કરોડ રૂપિયાની કમાણી કરી વર્લ્ડવાઈડ 355 કરોડ રૂપિયાની કુલ કમાણી કરી હતી. આમ પોન્નિયિન સેલ્વને ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના વર્લ્ડવાઈડ લાઈફટાઈમ કલેક્શનનો રેકોર્ડ તોડ્યો છે જે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર બીજી ફિલ્મ હતી. કાશ્મીર ફાઈલ્સનું લાઈફટાઈમ કલેક્શન રૂ. 340 કરોડ હતું.

પોન્નિયિન સેલ્વન ફિલ્મ તામિલ ભાષાની સૌથી મહાન કહેવાતી નવલકથા પર આધારિત છે. ફિલ્મ દક્ષિણ ભારતના શક્તિશાળી ચોલ સામ્રાજ્ય પર આધારિત છે.ફિલ્મ હિન્દીમાં પણ રિલિઝ કરાઈ છે અને તેમાં ઐશ્વર્યા રાય મહત્વના રોલમાં છે.

error: