Satya Tv News

‘આદિપુરુષ’ના ડિરેક્ટર ઓમ રાઉતે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને ફિલ્મ અંગે જેટલી પણ સલાહ આપવામાં આવી રહી છે તે તમામ તેમણે નોંધી રાખી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ફિલ્મ રિલીઝ થયા બાદ કોઈ પણ નિરાશ થશે નહીં. જોકે, તેમણે એ વાત ના કરી કે તેઓ ફિલ્મમાં કોઈ ફેરફાર કરશે કે નહીં.

ઓમે કહ્યું હતું, ‘અમારી પર વિશ્વાસ રાખો. અમારા માટે અમારા દર્શકો સૌથી પહેલા છે. અમને જે રીતની સલાહ આપવામાં આવે છે તે તમામ અમે નોટ કરી છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે 12 જાન્યુઆરી, 2023ના રોજ ફિલ્મ રિલીઝ થશે ત્યારે અમે કોઈને નિરાશ કરીશું નહીં. અમારી પર વિશ્વાસ રાખો.’

ઓમને જ્યારે પૂછવામાં આવ્યું કે તે ફિલ્મમાં કોઈ ફેરફાર કરશે? જવાબમાં ડિરેક્ટરે કહ્યું હતું કે ‘બધાએ માત્ર 95 સેકન્ડનું ટીઝર જોયું છે. હું ફરી એકવાર કહું છું કે અમે બધી જ વાતો નોંધીએ છીએ. હું ગેરંટી આપું છું કે કોઈ પણ નિરાશ થશે નહીં.’ જોકે, તેમણે ફિલ્મમાં ફેરફાર કરશે કે નહીં તે અંગે કંઈ જ કહ્યું નહોતું.

ફિલ્મનું ટીઝર જ્યારથી આવ્યું છે ત્યારથી સો.મીડિયા યુઝર્સે બોયકોટની માગણી કરી છે. ફિલ્મમાં રાવણનો લુક મુઘલ શાસક જેવો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીરામ, હનુમાનજીના પાત્રો અંગે પણ વિવાદ થયો છે.

ઓમ રાઉતના ડિરેક્શનમાં બનેલી ‘આદિપુરુષ’ આવતા વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ હિંદી, તેલુગુ, તમિળ, કન્નડ તથા મલયાલમમાં રિલીઝ થશે. ફિલ્મમાં પ્રભાસે શ્રીરામનો રોલ ભજવ્યો છે, ક્રિતિ સેનન સીતના રોલમાં તથા સૈફ અલી ખાન રાવણ બન્યો છે

error: