Satya Tv News

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો

હુમલો ભાજપના એક નેતાએ કર્યાનો અનંત પટેલનો આક્ષેપ

આ મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આપી પ્રતિક્રિયા

શનિવારે ગુજરાતના નવસારીના ખેરગામ વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. અનંત પટેલ પર હુમલો થયા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રોષે ભરાયા હતા અને વિરોધ કરતા એક દુકાનને આગ ચાંપી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામ ગયા હતા, ત્યારે બજારમાંથી પસાર થતી વખતે મોડી સાંજે કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આક્ષેપ કર્યો છે કે આ હુમલો ભાજપના એક નેતાએ કર્યો છે.

આ ઘટના બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેને જણાવ્યું હતું કે, અનંત પટેલ પર કોઈ હુમલો થયો નથી. હુમલાનું માત્ર નાટક કરવામાં આવ્યુ છે, કોઈ મુદ્દા નથી એટલે આ પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે.

45 વર્ષીય યુવા આદિવાસી નેતા અનંત પટેલ ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય છે. 2017માં તેઓ નવસારી જિલ્લાની વાંસદા બેઠક પરથી 18 હજારથી વધુ મતોથી જીત્યા હતા અને ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. આ ચૂંટણીમાં અનંત પટેલને 52 ટકા મત મળ્યા હતા. વલસાડ લોકસભા હેઠળ આવતી નવસારી જિલ્લાની એકમાત્ર બેઠક વાંસદા છે. નવસારીની તમામ વિધાનસભા બેઠકો નવસારી લોકસભામાં આવે છે. અહીંથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાંસદ છે, જે સતત ત્રણ ટર્મથી જીતી રહ્યા છે. અનંત પટેલ ગુજરાત કોંગ્રેસના યુવા નેતાઓમાંના એક છે. તેઓ આદિવાસી નેતા તરીકે જાણીતા છે. જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતો, ત્યારે અનંત કોંગ્રેસના ઉભરતા નેતાઓ હાર્દિક-જિજ્ઞેશ સાથે ત્રિપુટીમાં હતા. અનંત પટેલ ગુજરાતના રાજકારણમાં ઉભરતા સ્ટાર છે. જેઓ લડવાની હિંમત કરે છે.

આ હંગામા બાદ જિલ્લા પોલીસે ખેરગામ તરફ જતો રસ્તો બંધ કરી દીધો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, “હું અહીં સભા માટે આવી રહ્યો હતો. પછી જિલ્લા પંચાયતના વડા અને તેના ગુંડાઓએ મારી કાર પર હુમલો કર્યો. તેમજ મને બહાર કાઢી માર માર્યો હતો. તેમણે કહ્યું કે તમે આદિવાસી નેતા બનો છો, અમે આદિવાસીને છોડીશું નહીં. અમે ધરણા પર બેઠા છીએ, જ્યાં સુધી તે જિલ્લા પંચાયત પ્રમુખ અને તેના ગુંડાઓ પકડાય નહીં ત્યાં સુધી અમે અહીં બેસીશું, “તેમણે કહ્યું.

કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું પણ નિવેદન આવ્યું હતું તેમને જણાવ્યું કે અનંત પટેલ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ આંદોલનની આગેવાની કરતા હતા. તેમના પર હુમલો કરવામાં આવ્યો છે, કોંગ્રેસ કોઈથી ડરશે નહીં, અમે લડીશુ અને જીતીશુ

અનંત પટેલ પર હુમલા મામલે મંત્રી નરેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું તેઓએ જણાવ્યું કે યોગ્ય તપાસ કરવી પોલીસનો વિષય છે, “ટોળાશાહી દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવો કેટલો યોગ્ય?” પોલીસ યોગ્ય તપાસ કરી રહી છે, હુમલા બાદની ઘટના બિલકુલ યોગ્ય નથી, શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે.

વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાના મામલે કોંગ્રેસના ઘણા નેતાઓ તેમને મળવા માટે પહોચ્યા સાથે જ ધારાસભ્યનાં સમર્થકો તેમને મળવા ઘરે પહોંચ્યા. સમર્થકોએ ઘરે પહોંચી કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી છે. સાથે જ આદિવાસી આગેવાન, જિલ્લા પ્રમુખ સહીતનાં લોકો પણ અનંતના ઘરે પહોંચ્યા.

https://twitter.com/RahulGandhi/status/1578792037532725248?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1578792037532725248%7Ctwgr%5E63b56e514ed48725dfa52db8cdcdfa0f5471bf37%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fgujarat-politics-attack-on-congress-mla-and-tribal-leader-anant-patel-cr-patil

25 માર્ચના રોજ, ગુજરાતના આદિવાસીઓએ ગાંધીનગરમાં પાર-તાપી-નર્મદા નદી-જોડાણ પ્રોજેક્ટ સામે ઉગ્ર વિરોધ કર્યો. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા તેને આદિવાસી સત્યાગ્રહ નામ આપવામાં આવ્યું હતું. થોડા દિવસો બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ યોજનામાં ત્રણ નદીઓને જોડવાની દરખાસ્ત છે. મહારાષ્ટ્રના નાસિકમાંથી નીકળતી પાર નદી, તાપી જે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સુરતમાંથી વહે છે. ત્રીજી નદી નર્મદા છે. જે મધ્યપ્રદેશમાંથી ઉદભવે છે. આ નદીઓના જોડાણથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની અછતનો અંત આવી શકે છે, પરંતુ તે ગુજરાતના વલસાડ, ડાંગ, તાપી જિલ્લાઓમાં આદિવાસીઓના મોટા પાયે વિસ્થાપન તરફ દોરી જશે. લગભગ 50,000 લોકોને સીધી અસર થશે. ડાંગ જિલ્લામાં 35 ગામો પ્રભાવિત થયા હતા. આ યોજનાનો અનંત પટેલ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

error: