Satya Tv News

અહમદનગર જિલ્લાના સંગમનેર તાલુકામાં ખેત તળાવડીમાં ન્હાવા માટે ઉતરેલા ચાર ભાઈઓને ઈલેકટ્રીક શોક લાગતા ચારેયના મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો છે. વિજ કંપનીની બેદરકારીને પગલે આ દુર્ઘટના બની હોવાનો આરોપ ગામવાસીઓએ કર્યો હતો.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર સંગમનેર તાલુકાના યેઠેવાડી વાંદરકડા ગામમાં રહેતા ચાર કાકાઈ ભાઈઓ દર્શન અજીત બર્ડે (૬) વિરાજ અજીત બર્ડે (૫) તેમજ અનિકેત અરુણ બર્ડે (૬) અને ઓમકાર અરુણ બર્ડે પાસેની એક ખેત તળાવડીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. આ સમયે એક જીવંત વિજ વાયર તૂટીને તળાવડીમાં પડયો હતો. આ વાતથી અજાણ ચારેય ભાઈ તળાવડીમાં ન્હાવા માટે ઉતર્યા હતા અને તેમને જોરદાર ઈલેકટ્રીક શોક લાગ્યો હતો. આ આંચકો એટલો તીવ્ર હતો કે ચારેય ભાઈઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

આ ઘટનાની જાણ થતા જ પોલીસની એક ટીમ અને વિજ વિતરણ કંપનીના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ ઘટનામાં એક જ કુટુંબના ચાર નાના બાળકોના ઓચિંતા મોતથી કુટુંબમાં ગામમાં શોક વ્યાપી ગયો હતો. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે

error: