Satya Tv News

કરજણ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ
ઇદે મિલાદના પર્વને લઈ ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું
મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયાં

કરજણ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ ના પર્વને લઈ ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયાં હતાં.

ઇસ્લામ ધર્મના સ્થાપક અને શાંતિ ના દૂત સમાન મહાન મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિન નિમિત્તે તેમની યાદમાં કરજણ શહેરના અનેક વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યા હતાં.જેમાં નાના બાળકો અને યુવાનો ઇસ્લામિક વસ્ત્રો પહેરીને ઇસ્લામિક ઝંડાઓને લઈ ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું.સાધલી પંથકમાં વરસાદ વરસી રહ્યો હોવા છતાં ફટાકડાની આતિષ બાજી સાથે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતાં.જ્યારે ઇદે મિલાદ ના પર્વ નિમિત્તે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેની તકેદારી ના ભાગરૂપે કરજણ પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજણ

error: