સામાજિક અસમાનતા, આર્થિક સંકડામણ, હિંસા, હેલ્થ ઇમર્જન્સી જેવા મુદ્દાઓથી માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો વધ્યા
આવતીકાલ 10 ઓક્ટોબરનો દિવસ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે. તેમાં આ વર્ષે 2022ની થીમ ‘મેઇક મેન્ટલ હેલ્થ એન્ડ વેલ બીઈંગ ફોર ઓલ એ ગ્લોબલ પ્રાયોરિટી’ રાખવામાં આવી છે. કોવિડની મહામારી બાદ સમગ્ર દુનિયામાં માનસિક રોગના દર્દીઓમાં ઘણો વધારો થયો છે અને એક રીતે મેન્ટલ હેલ્થ ક્રાઈસીસ સર્જાઇ છે. છેલ્લાં 1 વર્ષમાં સામાન્ય કરતાં 25 ટકા વધુ એન્ઝાઈટી અને ડિપ્રેશનના દર્દીઓ નોંધાયા છે.
આમ તો કોરોનાનાં સમયથી તણાવ અને ચિંતાનું પ્રમાણ લોકોમાં ખૂબ વધ્યું છે ત્યારે વિશ્વ સ્તરે સામાજિક અસમાનતા, આર્થિક સંકડામણ, હિંસા, હેલ્થ ઇમર્જન્સી જેવા મુદ્દાઓને લઈને માનસિક સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો વધી ગયા છે. આ સંજોગોમાં માનવીઓએ વેલ્યુ અને કમિટમેન્ટને સાંકળીને એક વ્યક્તિ, સમાજ અને ગવર્મેન્ટે સાથે મળીને કામ કરવું રહ્યું. માનસિક બીમારી પ્રત્યેની સુગ, દર્દીઓ પ્રત્યેનું ઓરમાયુ વર્તન, માનસિક બીમારી પ્રત્યે ઓછી જાગૃતતા તેવા પ્રશ્નો હોય આ બધી સમસ્યાઓ દૂર કરીને સમાજમાં કામ કરવું પડશે. તો જ માનસિક રોગીઓ પોતાના રોગમાંથી મુક્ત થશે.
પોતાના કરિયરને લઈને વધારે ચિંતા, નકારાત્મક વિચારો આવવા, રાત્રે ઊંઘવામાં પણ તકલીફ થવી, બ્લડ પ્રેશર વધી જવું, ભણવામાં કે કામમાં મન ન લાગવું, સમાજ કે સંબંધી શું કહેશે તેની ચિંતા, સ્ટેબલ દર્દીઓને પણ મરતા જોવા પડયા તેવા કારણોનો સમાવેશ થાય છે.
માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે કેટલીક આદતો કેળવવી જરૂરી છે જેમ કે તમારી જરૂરિયાતો ઓછી કરો, મિત્રતા કેળવો અને સામાજિક બનો, ટાઈમ ટેબલ બનાવી તેને વળગી રહો, ઓછામાં ઓછી 7થી 8 કલાકની પૂરતી ઊંઘ લ્યો , પૌષ્ટિક ખોરાક લેવો, નિયમિત કસરત યોગ અને પ્રાણાયામ કરવા, જાતમાં વિશ્વાસ રાખો, સરખામણી કરવાનું ટાળો, કોઈ શોખ કેળવો વાંચન, ફોટોગ્રાફી, સંગીત વિગેરે, પ્રકૃતિનો આનંદ ઉઠાવો તથા પ્રમાણિક બનો. આ પ્રકારની આદતોથી માનસિક સ્વાસ્થય બગડશે નહીં.> ડો.શૈલેષ જાની, સાયકિયાટ્રિસ્ટ