Satya Tv News

દક્ષિણ અમેરિકી દેશ મધ્ય વેનેઝુએલામાં વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલને ભારે તબાહી મચાવી છે. ત્યાંની 5 નાની નદીઓમાં પૂર આવી ગયું હતું અને તેની લપેટમાં આવવાથી 22 લોકોના મોત થઈ ગયા છે અને 50 લોકો લાપતા છે. સિટિઝન સિક્યોરિટી વાઈસ પ્રેસિડેન્ટ રેમિગિયો સેલેબોસે રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે.

ઉપરાષ્ટ્રપતિ ડેલ્સીએ કહ્યું કે, માત્ર 8 કલાકમાં એક મહિના જેટલો વરસાદ પડ્યો છે. લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થાને પાવર આપતા પંપ પૂરના પાણીમાં ધોવાઈ ગયા છે. તેમણે કહ્યું કે, શહેરમાં કીચડ અને ખડકો હેઠળ ફસાયેલા લોકોને શોધવામાં આવી રહ્યા છે. સેના અને બચાવકર્મીઓએ નદીના કિનારે પણ શોધખોળ હાથ ધરી છે. કાટમાળમાં કેટલાક લોકો જીવતા ફસાયેલા હોઈ શકે છે.

ડેલ્સીએ જણાવ્યું હતું કે, વરસાદને કારણે રવિવારે સવારે અન્ય ત્રણ કેન્દ્રીય રાજ્યોમાં પણ ભૂસ્ખલન થયું હતું પરંતુ કોઈ જાનહાનિનો દાવો નથી કરવામાં આવ્યો. તાજેતરના અઠવાડિયામાં લા નિયા હવામાન પેટર્ન દ્વારા શરૂ થયેલા ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ઓછામાં ઓછા 40 પર પહોંચી ગયો છે. વેનેઝુએલામાં પૂર અને ભૂસ્ખલનનો સામનો કરવો પડ્યો છે.

error: