PM મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમના પ્રવાસને બીજો દિવસ છે. ત્યારે તેઓ આજે ભરૂચ, આણંદ અને જામનગર સહિતના શહેરોમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ
ભરૂચને આપી રૂપિયા 8200 કરોડના પ્રોજેક્ટની ભેટ
PM મોદી આજે ગુજરાતના 4 જિલ્લાની મુલાકાતે
PM નરેન્દ્ર મોદી ગઇકાલથી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમના ગુજરાત પ્રવાસને બીજો દિવસ થયો છે. તેઓએ આજે ભરૂચના આમોદમાં 8 હજાર 200 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી દ્વારા ભરૂચમાં રૂપિયા 8200 કરોડના પ્રોજેક્ટની ભેટ આપવામાં આવી. PM મોદીએ જંબુસરમાં 2 હજાર 506 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું છે. તો બીજી બાજુ દહેજમાં 558 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીપ-સી પાઈપલાઈન પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું છે. 100 કરોડના ખર્ચે બનનાર અંકલેશ્વર એરપોર્ટના ફેઝ-1 અને ભરૂચ ભૂગર્ભ ડ્રેનેજ અને STP પ્લાન્ટનું પણ વડાપ્રધાને ખાતમુહૂર્ત કર્યું.
મહત્વનું છે કે, વિધાનસભાની ચૂંટણી અગાઉ વધુ એક વખત PM નરેન્દ્ર મોદી ગુજરાતના આંગણે આવ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રવિવારે PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. જ્યાથી તેઑ સીધા જ મોઢેરા ગયા હતા. આ દરમિયાન મોઢેરામાં મોઢેશ્વરી માતાના દર્શન કરી અને સૂર્ય મંદીરની પણ મુલાકાત લીધી હતી. આ વેળાએ મોઢેરા સૂર્યમંદિરથી મોઢેશ્વરી માતાજી મંદિર સુધી રોડ શો પણ યોજાયો હતો. આ સાથે મોઢેરાને સોલાર પાવર્ડ વિલેજ તરીકે જાહેર કર્યું હતું. ત્યારે આજે બીજા દિવસે પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર જવાના છે અને ત્યાં જ રાત્રી રોકાણ કરશે.
વધુમાં સોમવારે બપોરે આણંદના કાર્યક્રમમાં હાજરી આપવા વડાપ્રધાન પહોંચશે. જ્યાં શાસ્ત્રી મેદાનના આંગણે વિશાળ જનસભા સંબોધશે. ત્યારબાદ તેઑ અમદાવાદ પરત ફરશે અને અમદાવાદમાં શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને દિપાવશે. જ્યાંથી સીધા જામનગર જવા રવાના થશે. જામનગરમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે અને જનસભાનું સંબોધન પણ કરવામાં આવશે. જામનગરમાં રાત્રી રોકાણ બાદ 11 ઓક્ટોબરના રોજ જામકંડોરણા ખાતે જશે. જ્યાં કાર્યક્રમમાં હાજરી આપી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી દિલ્હી જવા રવાના થશે.