વડોદરામાં બંછાનિધી પાનીએ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ સંભાળ્યો
સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં
વડોદરાને અગ્રેસર લાવવાની વાત કરી હતી
સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં લાવનારા બંછાનિધી પાની નિર્ધારિત સમય પહેલા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળી લોકોને ચોકવવી દીધા છે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ સ્વચ્છતા સર્વેક્ષણમાં દર વર્ષે પાછળ ધકેલાતા વડોદરાને અગ્રેસર લાવવાની વાત કરી હતી
સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં લાવનારા બંછાનિધી પાની નિર્ધારિત સમય પહેલા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સભાળ્યો હતો તેમણે મેયર કેયુર રોકડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીની અગાઉની મુલાકાત બાદ રાજ્યના બે મ્યુનિસિપલ કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. તથા સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. શાલિની અગ્રવાલે સુરતમાં ચાર્જ સંભાળ્યો છે. સોમવારે બંછાનિધી પાનીએ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર સમયમાં ખુબ જ ચોક્કસ છે. અને તેમણે પહેલા જ દિવસે પાલિકામાં સરપ્રાઇઝ આપી છે. તેઓ સવારે 10 30 કલાકે પાલિકાની કચેરીમાં આવવાના હતા. પરંતુ તેઓ સવારે 10 વાગ્યા પહેલા પાલિકાની કચેરીએ પહોંચ્યા હતા. જેથી તમામ અધિકારીઓ ચકિત રહી ગયા હતા. ચાર્જ સંભાળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે મેયરની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મેયર સાથેની મુલાકાત ત્યાર બાદ વિવિધ વિભાગના વડાઓ સાથે રિવ્યુ મિટીંગ હાથ ધરવામાં આવી રહી છે. અને ત્યારબાદ પત્રકારો સાથે બેઠક યોજી વડોદરાના વિકાસને લઇ પોતાના વિઝન વ્યક્ત કર્યો હતો
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી વડોદરા