ભારતનો આકરો વિરોધ છતાં કેનેડામાં ભારત વિરોધી ખાલિસ્તાની મૂવમેન્ટ રોકાઈ રહી નથી. અગાઉ ખાલિસ્તાની ચરમપંથીઓએ બ્રેમ્પટનમાં સ્વામિનારાયણ મંદિર જેવા ભારતીય મંદિરોમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને લઈને કેનેડા પોલીસની તપાસ હજુ સુધી પૂરી થઈ નથી.
કેનેડામાં 6 નવેમ્બરે થનારા ખાલિસ્તાની જનમત સંગ્રહને લઈને ભારત સરકારે એક આપત્તિ પત્ર લખ્યો છે. ભારતે કહ્યુ કે આ જનમત સંગ્રહ ભારતીય સંપ્રભુતા અને અખંડતા માટે જોખમી છે. આ જનમત સંગ્રહનો ઉપયોગ કટ્ટરપંથીઓ દ્વારા ભારતમાં શીખ સમુદાય વિરુદ્ધ બિન હાજર અત્યાચારોના નામે અમેરિકા, બ્રિટન અને જર્મનીમાંથી ભંડોળ ઉભુ કરવા તરીકે કરવામાં આવે છે.
ભારતીય વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ કેનેડાના ઉચ્ચ અધિકારીઓને પત્ર લખતા કહ્યુ છે કે 6 નવેમ્બરે ઓંટારિયોમાં થનાર તથાકથિત ખાલિસ્તાની જનમત સંગ્રહ ભારતની સંપ્રભુતા અને અખંડતાને પડકાર છે. જસ્ટિન ટ્રુડો સરકાર આ જનમત સંગ્રહને રોકવા માટે પગલા ઉઠાવે. આને લઈને કેનેડાની રાજધાની ઓટાવા સ્થિત ભારતીય દૂતાવાસ આગામી સપ્તાહે કેનેડાના ગ્લોબલ અફેરમાં પણ આ મુદ્દાને ઉઠાવશે.