નવી મુંબઇની પાસે ઉરનમાં સોમવારે એક કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયુ છે. તેમજ 5 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે.
મળતી માહિતી પ્રમાણે રવિવારે ઉરણ ગેસ ટર્બાઈન પાવર સ્ટેશન (GTPS)માં ભયાનક વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે અન્ય બે ગંભીર રીતે દાઝી ગયા હતા. શરૂઆતમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા અને તેમને ઉરણની જેએનપીટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જે બાદ ઘાયલોને ફરીથી ઐરોલીની નેશનલ બર્ન્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
બોઈલરનો વોટર બૂસ્ટર પંપ અચાનક વિસ્ફોટ થયો, જેના કારણે આજુબાજુના વિસ્તારમાં અત્યંત ગરમ પાણીના છાંટા પડ્યાં હતા.
અહેવાલ મુજબ, એક કર્મચારીને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ સ્ટાફ, કુંદન અને વિષ્ણુ અનુક્રમે 88 ટકા અને 85 ટકા દાઝી ગયા છે અને તેમની હાલત ગંભીર છે.