Satya Tv News

વિશ્વભરમાં દિવ્યાંગોને મદદ કરવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે વિવિધ દેશો દ્વારા પોતાની યોજનાઓ પ્રમાણે કામ કરવામાં આવતું જ હોય છે પણ સિંગાપુર આ દિશામાં બાજી મારી રહ્યું છે. જાણકારોના મતે સિંગાપુર 2030 સુધી દિવ્યાંગો માટે સૌથી સુવિધાજનક દેશ બનશે. સિંગાપુર સરકારે દેશમાં દિવ્યાંગો માટે વિવિધ સુવિધા વધારવા એક રોડમેપ જારી કર્યો છે, જેમાં રોજગારી, શિક્ષણ અને સાર સંભાળ તથા જાહેર સ્થળોએ તેમની જરૂરિયાતો પૂરી કરવા સહિત અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે, તેમાં 40% દિવ્યાંગોને પણ નોકરી, અભ્યાસમાં છૂટ સહિતની સુવિધા આપવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. પ્રજ્ઞાચક્ષુ માટે રસ્તો પાર કરવા દરેક ચાર રસ્તે ઓડિયો સિગ્નલ સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેની મદદથી પ્રજ્ઞાચક્ષુઓને ચારરસ્તાની સ્થિતિ અને કેવી રીતે રસ્તો પાર કરવો તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

સિંગાપુરમાં આ ફેરફાર આવવા પાછળ એલિસ્ટર ઓંગની કામગીરી રસપ્રદ છે. સિંગાપુરમાં ડાયવર્સિટી, ઇક્વિટી એન્ડ ઇન્ક્લુઝન ક્લાયન્ટ સોલ્યુશનના મેનેજર એલિસ્ટર ઓંગ સેરેબ્રલ પાલ્સીથી પીડાય છે. ઓંગ કહે છે કે, દિવ્યાંગો માટેની આ નવી યોજના તેમને રોજિંદુ કામ સ્વતંત્ર રીતે કરવા તેમજ સમાજમાં સંપૂર્ણપણે એકીકૃત થઈ જવા સમક્ષ બનાવશે. ફૂ ક્વો એલએલસીના એડવાઇઝર ચિયા યોંગના હાથ-પગ કામ નથી કરતા.

તેઓ કહે છે કે, મેં એલએલબી કર્યું છે, પરંતુ કોર્ટમાં કોઇ વકીલ ઇન્ટરશિપ કરાવવા તૈયાર ના થયા. આ નવી યોજનાથી આવી અનેક મુશ્કેલીઓ દૂર થશે. તેનાથી અમારા જેવા દિવ્યાંગોને કામ કરવાના અવસરો અને પ્લેટફોર્મ મળતા રહેશે.

error: