Satya Tv News

પુણેના કોરેગામ પાર્ક્માં રહેતી વૃદ્ધાને વીજ બિલ બાકી હોવાથી કનેક્શન કાપી નાખવાની ધમકી આપી બિલ ભરાવવાના નામે ૭.૬૬ લાખની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી. મહિલાએ િ કોરેગાવ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી અને આઇટી એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

ફરિયાદી વૃદ્ધાને થોડા દિવસ પહેલા એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. પોતે મહાવિતરણ વિજ કંપનીમાંથી બોલતો હોવાનું જણાવી તેણે વૃદ્ધાને ગયા મહિનાનું વિજ બીલ ભર્યું ન હોવાનું જણાવી વિજળીનું કનેકશન કાપી નાંખવાની ધમકી આપ હતી. ત્યાર બાદ તેણે વૃદ્ધાને એક એપ ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. આ રીતની ઓનલાઇન છેતરપિંડીની બનતી ઘટનાથી અજા વૃદ્ધાએ આ એપ ડાઉનલોડ કરતા સાયબર ફ્રોડસ્ટરે વૃદ્ધાના બેન્કની ગુપ્ત વિગતો મેળવી ૭.૬૬ લાખ રૃપિયાની ઓનલાઇન છેતરપિંડી આચરી આ રકમ પોતાના ખાતામાં વાળી દીધી હતી. બેન્કમાંથી પૈસા નિકળ્યા હોવાની જાણ થયા બાદ મહિલાએ પ્રથમ બેન્કનો સંપર્ક સાધ્યા બાદ આ પ્રકરણે કોરેગાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા ફ્રોડસ્ટર સામે છેતરપિંડી અને આઇટી એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી. દરમ્યાન પોલીસે મહાવિતરણમાંથી બોલતા હોવાનું કહી છેતરપિંડી આચરવામાં આવતી હોવાથી નાગરિકોને આવા ફોનકોલ પર વિશ્વાસ ન કરવાનું આહવાન કરવામાં આવ્યું છે.

error: