Satya Tv News

ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રોજર બિન્ની સૌરવ ગાંગુલીના સ્થાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ બની શકે છે. બિન્ની ભારતની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતા. તે હાલમાં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA)માં પદાધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. આ સાથે જ જય શાહ પણ યથાવત રહેવાની શક્યતા છે. આ સિવાય રાજીવ શુક્લા ઉપપ્રમુખ તરીકે રહી શકે છે.

મળતી માહિતી મુજબ ઓક્ટોબર, 2019માં BCCIના પ્રમુખ બનેલા ગાંગુલી આગામી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રમુખ તરીકે પોતાનો દાવો રજૂ કરી શકે છે.

BCCIની ચૂંટણી 18 ઓક્ટોબરે મુંબઈમાં યોજાશે, જ્યારે 11 અને 12 ઓક્ટોબરના રોજ નામાંકન દાખલ કરી શકાશે. 13મી ઓક્ટોબરના રોજ નામાંકનોની ચકાસણી થશે અને 14મી ઓક્ટોબર સુધી ઉમેદવારો તેમના નામાંકન પરત ખેંચી શકશે.

અગાઉ પણ એક અહેવાલ મળ્યો હતો કે, 18 ઓક્ટોબરની ચૂંટણી માટે બીસીસીઆઈની ડ્રાફ્ટ ઇલેક્ટરોલર રોલર અને કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંધના પ્રતિનિધિના રુપમાં ગુરુવનારે કેએસસીએના સચિવ સંતોષ મેનન વાર્ષિક વાર્ષિક સામાન્ય સભામાં જોવા મળ્યા હતા.

error: