Satya Tv News

16 ઓક્ટોબરથી પ્રવાસીઓ સિંહને ખુલ્લામાં વિહરતા જોઈ શકશે

16મીએ પ્રથમ પ્રવાસીને ફુલ આપી, મોં મીઠુ કરી પ્રવેશ અપાશે

ચોમાસાની ઋતુ પૂરી થતા જૂનાગઢમાં આવેલું ગીર સિંહનું અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ હવે રાજ્ય સરકારે આગામી 15 ઓક્ટોમ્બરથી રાજ્યમના તમામ અભ્યારણોને ખુલ્લા મુકવાની તૈયારી દર્શાવી છે. જેને લઈને 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ગીરનું અભ્યારણ ખુલ્લુ મુકવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, આગામી 15 ઓક્ટોમ્બરે ગીર સિંહના અભ્યારણની અંદરની તમામ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ 16 ઓક્ટોબરથી પ્રવાસીઓને અંદર જવાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. મહત્વનું છે કે, અભ્યારણોમાં પ્રવાસીઓને ઓનલાઈન ટિકિટ લેવાની ફરજ પડશે. ત્યારબાદ જ પ્રવાસીઓને અભ્યારણમાં પ્રવેશ મળશે.સ્થળ ઉપર ટિકિટ નહીં આપવાની પણ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, રાજ્ય સરકારની તૈયારીઓને લઈ 16 ઓક્ટોબરથી સાસણ નજીકના નિયત રૂટ પર પ્રવાસીઓ સિહ દર્શન કરી શકશે. ચોમાસામાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો સંવનન કાળ હોય છે. તેમજ જંગલના રસ્તાઓ પણ કાદવ કિચડવાળા થી જતા હોવાથી તેમાં જઈ શકાય તેવા રહેતા નથી. આથી ચોમાસા દરમ્યાન વન્ય પ્રાણીઓને કોઈ ખલેલ ન પડે તે માટે 15 જૂનથી ગીર અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉધાન પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. જો કે, 16 ઓક્ટોબરથી તેને ફરીથી ખુલ્લુ મુકતા અભ્યારણમાં પ્રવેશતા પહેલા પ્રવાસીને ફુલ આપી, મોં મીઠુ કરી પ્રવેશ આપવામાં આવશે.

જૂનાગઢ જિલ્લામાં આવેલા ગીર સિંહનું અભ્યારણ, બરડા સિંહ અભ્યારણ, જામનગર જિલ્લાના સામુદ્રિક અભ્યારણ, વેળાવદરનું કાળિયાર અભ્યારણ, ઘુડખર અભ્યારણ, નળ સરોવર પક્ષી અભ્યારણ, રતનમહાલ પંચમહાલ જિલ્લાનું રીંછ અભયારણ, બનાસકાંઠા જિલ્લાનું રીંછ અભ્યારણ, ભરૂચ જિલ્લાના ખાતે રીંછ અભયારણ્ય, જ્યારે રાજકોટ જિલ્લાના હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કુલ 22 જેટલા વન્ય પ્રાણી અભ્યારણ છે, જે તમામ અભ્યારણમાં પ્રવાસીઓ 16 ઓક્ટોબરથી મુલાકાત લઈ શકશે.

error: