Satya Tv News

કર્ણાટક હિજાબ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટ પોતાનો અંતિમ ચુકાદો આપી શકી નથી. આ મામલે સુપ્રીમ કોર્ટના બંને જજોના અભિપ્રાય અલગ-અલગ હતા. જે બાદ મામલો મોટી બેંચને સોંપવામાં આવ્યો છે. હવે હિજાબ કેસની સુનાવણી ત્રણ જજોની બેન્ચ કરશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ગુપ્તાએ કહ્યું કે અમારા અલગ-અલગ વિચારોને કારણે અમે આ મામલો ચીફ જસ્ટિસને મોકલી રહ્યા છીએ, જેથી તેઓ મોટી બેંચની રચના કરી શકે. જ્યારે તેમણે આ અરજી સામે પોતાનો ચુકાદો આપ્યો ત્યારે જસ્ટિસ ધુલિયાનો મત અલગ હતો.

સુપ્રીમ કોર્ટે આ મામલે 10 દિવસ સુધી સુનાવણી કરી હતી. જે બાદ 22 સપ્ટેમ્બર 2022ના રોજ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. ત્યારથી હિજાબ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવાઈ રહી હતી.

કર્ણાટક હાઈકોર્ટે હિજાબ કેસને લઈને 11 દિવસની લાંબી સુનાવણી બાદ પોતાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ઇસ્લામમાં હિજાબ ફરજિયાત નથી. તે ઇસ્લામિક પરંપરાનો ભાગ નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓમાં યુનિફોર્મ પહેરવાનું ફરજિયાત કરવું ઠીક છે. વિદ્યાર્થીઓ આ વાતને નકારી શકે નહીં. આ સાથે હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી. એટલું જ નહીં, કોર્ટે સરકારને આદેશ જારી કરવાનો અધિકાર પણ આપ્યો હતો. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે સરકારને આદેશ જારી કરવાનો અધિકાર છે.

Created with Snap
error: