મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે રાજ્યમાં આ વર્ષે ૧૦, ઓક્ટોબર સુધીમાં સ્વાઇન ફ્લુને કારણે ૨૦૪ દરદીઓનાં મૃત્યુ થયાં છે જ્યારે ૩,૫૮૫ કેસ નોંધાયા છે. રાજ્યનાં નાગરિકોમાં અને ખાસ કરીને વૃદ્ધજનોમાં રોગપ્રતિકારશક્તિ ઘટી રહી હોવાથી સ્વાઇન ફ્લુના કેસ વધી રહ્યા હોય તે શક્ય છે.સાથોસાથ અન્ય બીમારીથી પીડાતી વ્યક્તિઓને પણ સ્વાઇન ફ્લુની અસર થવાનું જોખમ રહે છે. આવી ચિંતાજનક પરિસ્થિતિમાં નાગરિકોએ ઇન્ફ્લુએન્ઝા જેવાં લક્ષણો ધરાવતી અને શ્વાસ લેવામાં થતી ગંભીર સમસ્યાથી પણ સાવધ રહેવાની જરૃર છે.સાથોસાથ ભીડ અને ગીરદીવાળાં સ્થળોએ પણ નહીં જવા સલાહ આપી છે.