Satya Tv News

ટ્રાફિક સીટી ભરૂચના પાંચ બત્તી પર ટ્રાફિક જામ
ટ્રાફિક જામ ના પગલે વાહનોની કતાર પડી.
વાહનોની કતાર પડતા 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ

ભરૂચ જિલ્લામાં વાહનોનો 10 વર્ષમાં બમળો ઉછાળો અને બીજી તરફ રોડ રસ્તા સાંકળા પડી રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા શહેર માં ઠેર ઠેર નાના મોટા પાર્કિગ ઝોન ઉભા કરવા તસ્દી લેવાની જરૂરિયાત ઉભી થઇ છે.

ભરૂચ જિલ્લા ધેરી બનતી ટ્રાફિક સમસ્યા બાબતે તંત્રની ઉદાસીન નીતિ ફરી એક વાર સામે છતી થઇ છે.સામે દિવાળીનો તહેવાર સાથે લગ્નન ગાળો હોવાથી ભરૂચના હાર્દસમાં વિસ્તાર પાચબતી,સ્ટેશન વિસ્તાર ,શક્તિનાથ ,પાચબતીથી મોહંમદ પુરા જતા માર્ગ પર રોજ ટ્રાફિક જામ ની પરિસ્થિતિ હવે આમ બની છે.જેમાં આજરોજ બપોરના સમયએ પણ ભરૂચ ના પાંચબતી સર્કલ થી બિગ બજાર સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકોએ એસી માં પણ પરસેવો પાડવાનો વારો આવ્યો હતો જ્યાંરે ટ્રાંફિક જામમાં જન સેવા હેતુ માટે કાર્યરત 108 એબુલન્સ પણ ફસાયા હોવાના દ્રશ્ય જોવા મળ્યા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: