દેડીયાપાડાનાં BTP કાર્યાલય ખાતે બેઠક
આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા વિચારણા
BTP કાર્યાલય ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં બેઠક
દેડીયાપાડાનાં BTP કાર્યાલય ખાતે આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા વિચારણા માટે 149 વિધાનસભા નાં ધારાસભ્ય મહેશભાઈ વસાવા નાં અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી, જેમાં ડેડીયાપાડા અને સાગબારાનાં હોદેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
દેડીયાપાડા ખાતે 149 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાનું ભગવાન બિરસા મુંડા ચોક ખાતે કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભગવાન બિરસા મુંડા સર્કલ ખાતે આદિવાસી પરંપરા મુજબ ભગવાન બિરસા મુંડાને ફુલહાર પહેરાવીને પૂજા અર્ચના કરી કાર્યાલય ખાતે આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા વિચારણા માટે બેઠક યોજાઇ હતી, જેમાં ડેડીયાપાડા અને સાગબારાના કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવા એ પાર્ટી છોડીને ગયેલા કાર્યકરો તેમજ ભાજપ પર આક્રરા પ્રહારો કર્યા હતા, ચૈતર જાય અને વૈશાખ આવે… એવા બધા બોવ જાય… આ સમાજની લડત લડાઈ લડવા વાળો સમાજ છે.
જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે આખા ગુજરાતમાં “બેટી પઢાવો બેટી બચાવો” અને શિક્ષણની શરૂઆત કરી હતી, અને ત્યારેજ ડેડીયાપાડામાં ત્રણ દિવસ રોકાયા હતા અને ત્રણ દિવસ દરમ્યાન તમામ શાળાઓમાં “બેટી પઢાવો બેટી બચાવો” નાં પ્રોગ્રામો ચાલતા હતા છતાં પણ આજે કઈ સુધારો આવ્યો નથી શિક્ષણની અંદર,આપણા આદિવાસી વિસ્તાર નું શિક્ષણ કથળેલું છે તેવા આક્રારા પ્રહારો કર્યા હતા.
આ બેઠકમાં ધારાસભ્ય મહેશ વસાવા ની સાથે BTP નર્મદા જિલ્લા પ્રમુખ બહાદુરભાઇ વસાવા,BTP સાગબારા પ્રમુખ પ્રદીપભાઈ કોઠારી સહિત BTP નાં કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા.
વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા