Satya Tv News

પ્લેઈંગ ઈલેવનમાં મહત્તમ પાંચ વિદેશીને સમાવી શકાશે

પોઈન્ટ ટેબલમાં ટોચની ટીમ સીધી ફાઈનલમાં, બીજા અને ત્રીજા ક્રમની ટીમ વચ્ચે એલિમિનેટર

ભારતીય ક્રિકેેટ બોર્ડ આવતા વર્ષે માર્ચ મહિનામાં મહિલા ક્રિકેટરો માટે આઇપીએલ યોજશે. મેન્સ આઇપીએલ શરૃ થાય તે પહેલા પાંચ ટીમ વચ્ચે મહિલા આઇપીએલ માટે જંગ જામશે, જેમાં કુલ મળીને ૨૦ લીગ મેચ તેમજ એક એલિમિનેટર અને એક ફાઈનલ રમાશે.

મહિલા આઇપીએલમાં તમામ ટીમ એકબીજાની સામે લીગ મેચ રમશેે, જેના અંતે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી ટીમ સીધી જ ફાઈનલમાં પ્રવેશશે. જ્યારે બીજા અને ત્રીજા ક્રમે રહેલી ટીમ વચ્ચે એલિમિનેટર રમાશે અને તેમાં વિજેતા બનનારી ટીમ ફાઈનલમાં પ્રવેશ મેળવશે.

પ્રત્યેત ટીમ તેમની પ્લેઈંગ ઈલેવનમાં મહત્તમ પાંચ વિદેશી ખેલાડી સમાવી શકશે. બીસીસીઆઇએ નક્કી કર્યું છે કે, મહિલા આઇપીએલની પ્રત્યેક ટીમમા મહત્તમ ૧૮ ખેલાડીઓ રાખી શકાશે, જેમાં વિદેશી ખેલાડીઓની સંખ્યા છ રહેશે.

મહિલા આઇપીએલમાં ટીમ વેચવા માટે બીસીસીઆઇએ દરેક ઝોનમાંથી બેે-બે શહેરની પસંદગી કરી છે. જે અંતર્ગત પશ્ચિમ ઝોનમાંથી રાજકોટની સાથે પૂનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે નોર્થ ઝોનમાંથી ધરમશાલા કે જમ્મુ, સેન્ટ્રલ ઝોનમાંથી ઈન્દોર કે નાગપુર અથવા રાયપુર, ઈસ્ટ ઝોનમાંથી રાંચી કે કટક તેમજ સાઉથ ઝોનમાંથી વિઝાગ કે કોચી અને નોર્થ-ઈસ્ટમાંથી ગુવાહાટીને પસંદ કરવામાં આવ્યા છે.

error: