રાજપીપળાના જાણીતા ત્રણ સાહિત્યકાર નવલકથાકાર સ્વ. પ્રિયકાન્ત પરીખ,ડો.સુરેન્દ્ર કે દોશી અને સુફી સંત કવિ ભજનીક સતારશા બાપુનું ગૌરવ ગાન ગવાયું.
તેમના નિવાસ સ્થાને જઈ રાજપીપળાના સ્થાનિક સાહિત્યકારોએ કાવ્યરચના વાર્તાનું પઠન કરી સાહિત્યિક ચર્ચાનો પ્રારંભ કર્યો
સ્થાનિક સાહિત્યકાર કવિઓએ પોતાની સ્વરચિત કાવ્યરચનાઓ અને વાર્તા કથન રજૂ કર્યું
નર્મદાના રાજપીપળા ખાતે નર્મદા સાહિત્ય સભાની શુભ શરૂઆત કરવામાં આવી છે.નર્મદામાં ખાસ સાહિત્યિક પ્રવૃત્તિઓ થતી ન હોઈ સાહિત્યિક પ્રવૃત્તિને વેગ આપવા જાણીતા સાહિત્યકાર અને પત્રકાર દીપક જગતાપ અને સ્થાનિક સાહિત્યકાર મિત્રોએ નર્મદા સાહિત્ય સભાનો પ્રારંભ કર્યો હતો.
જેમાં રાજપીપળાના જાણીતા ત્રણ સાહિત્યકાર નવલકથાકાર સ્વ. પ્રિયકાન્ત પરીખ, ડો.સુરેન્દ્ર કે દોશી અને સુફી સંત કવિ ભજનીક સતારશા બાપુનું ગુજરાતી સાહિત્યિક અસ્મિતાનું ગૌરવગાન ગાઈ તેમના સન્માનમાં તેમના નિવાસ સ્થાને જઈ રાજપીપળાના સ્થાનિક સાહિત્યકારોએ કાવ્યરચના વાર્તાનું પઠન કરી સાહિત્યિક ચર્ચાનો પ્રારંભ કર્યો હતો.
જેમાં આ પ્રસંગે સ્થાનિક સાહિત્યકાર કવિઓ સર્વશ્રી દીપક જગતાપ, પ્રો. હિતેશ ગાંધી, ડો. અશોક શાહ,ઘનશ્યામ કુબાવત અને ભાવિકાબેન પટેલે પોતાની સ્વરચિત કાવ્યરચનાઓ અને વાર્તા કથન રજૂ કર્યું હતું.
રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં સાહિત્યમાં રસ ધરાવનાર મિત્રોનું સંગઠન બનાવી દર 15દિવસે ભેગામળી સાહિત્યિક ગોષ્ઠિ અને સાહિત્યિક પ્રવૃતિઓ કરવાનું નક્કી કર્યું હતું. રસ ધરાવનાર વધુ ને વધુ મિત્રો આ સંસ્થામાં જોડાય તે માટે સક્રિય પ્રયત્નો કરવા નક્કી કરાયું હતું
વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપળા