Satya Tv News

વારાણસી જ્ઞાનવાપી કેસમાં કોર્ટે શુક્રવારે મહત્વનો ચુકાદો આપતા કાર્બન ડેટિંગની માંગણી નકારી કાઢી છે. વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં મળેલા ‘કથિત શિવલિંગ’ની કાર્બન ડેટિંગ નહિ કરવાનો નિર્ણય કોર્ટે કર્યો છે. પાંચ હિન્દુ મહિલાઓએ જ્ઞાનવાપી મસ્જિદના વઝુખાનામાં મળી આવેલા શિવલિંગ જેવી રચનાની ઉંમર, લંબાઈ અને પહોળાઈ અંગે વૈજ્ઞાનિક તપાસની માંગ કરી હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને તપાસ માટે આદેશ આપવા આ અપીલ કરવામાં આવી હતી જેની માંગ કોર્ટે ફગાવી દીધી છે.

આ સાથે વારાણસી કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશનું ચોકસાઈથી પાલન થવું જરૂરી છે.

શુક્રવારે વારાણસી જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં સુનાવણી દરમિયાન કુલ 58 લોકોને એન્ટ્રી આપવામાં આવી હતી. જેમાં વકીલોની સાથે હિન્દુ અને મુસ્લિમ પક્ષ સાથે જોડાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. અગાઉની જેમ આ અરજી દાખલ કરનાર મહિલાઓમાં રાખી સિંહ કોર્ટમાં હાજર ન હતી. સુનાવણી દરમિયાન બાકીની ચાર મહિલાઓ સીતા સાહુ, મંજુ વ્યાસ, રેખા પાઠક અને લક્ષ્મી દેવી હાજર હતી.

error: