Satya Tv News

ભરૂચમાં તંત્ર દ્વારા જાહેર પ્લાનિંગ સ્કીમ
પ્લાનિંગ સ્કીમ સામે તવરા ગામના ખેડૂતોએ ભારે વિરોધ
ગાંધીચીંધયા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી

ભરૂચમાં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ ટાઉન પ્લાનિંગ સ્કીમ સામે તવરા ગામના ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને આ બાબતે આગામી દિવસોમાં ગાંધીચીંધયા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

ભરૂચ શહેરનો વર્ષો અગાઉ જે રીતે પાંચબત્તીથી દક્ષિણ તરફ વિકાસ થયો હતો તેવી રીતે જ હવે તવરા રોડ પર નવા ભરૂચનો ઉદય થઈ રહ્યો છે.ભરૂચ અંકલેશ્વર શહેર વિકાસ સત્તા મંડળની રચના બાદ પ્રથમ વખત પાંચ ટીપી સ્કીમ જાહેર કરવામાં આવી છે.આ ટીપી સ્કીમમાં 682 હેક્ટર જમીનને આવરી લેવામાં આવી છે ભરૂચમાંથી અગામી દિવસોમાં એક્સપ્રેસ હાઈવે, હાઈ સ્પીડ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજના, બલ્બ ડ્રગપાર્ક સહિતના મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે ત્યારે નવી ટીપી સ્કીમથી એક નવું ભરૂચ શહેર વિકસવા જઈ રહ્યું છે. તંત્રના આ પ્રકારના દાવા વચ્ચે ભરુચ તાલુકાનાં તવરા ગામના લોકોએ આજરોજ વિરોધ નોધાવ્યો હતો. તવરા ગામના ખેડૂતો એકઠા થયા હતા અને સરકારની ટી.પી.સ્કીમ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. ખેડૂતોના આક્ષેપ અનુસાર તંત્ર દ્વારા ટી.પી.સ્કીમ જાહેર તો કરી દેવામાં આવી છે પરંતુ આ અંગે ખેડૂતોને વિશ્વાસમાં જ લેવામાં નથી આવ્યા. મીડિયા થકી ખેડૂતોને આ અંગેની જાણ થઈ છે. અમારી 40 ટકા જમીન ટી.પી. સ્કીમમાં જતી રહેશે જેની સામે અમારો સખત વાંધો છે અને આ બાબતે આવનારા દિવસોમાં ગાંધીચીંધયા માર્ગે આંદોલન કરવામાં આવશે.

વિડિઓ જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: