કરજણ ST બસ ડેપોની કરજણથી પાદરા રૂટની બસના ધાંધિયા
હાલમાં શાળા તેમજ કોલેજોની પરીક્ષાઓ શરૂ થવા પામી
ધાંધિયા સામે આવતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ
હાલમાં શાળા તેમજ કોલેજોની પરીક્ષાઓ શરૂ થવા પામી છે તેવામાં કરજણ એસ. ટી. બસ ડેપોની કરજણ થી પાદરા રૂટની બસ ના ધાંધિયા સામે આવતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.
કરજણ થી પાદરા જવાના માર્ગ પર અનેક ગામોમાં આવેલાં છે.અને આ ગામોના વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગના લોકો મોટી સંખ્યામાં દરરોજ એસ.ટી.બસમાં અપડાઉન કરે છે.ત્યારે કરજણ થી પાદરા રૂટ ની એસ.ટી.બસોમાં એકાએક ધાંધીયા શરૂ થતાં કરજણ ખાતે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગ ના લોકોને ભારે હાડમારી વેઠવાની નોબત આવી રહી છે.જેના પગલે ST વિભાગ ના અધિકારીઓ સામે વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગ ના લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે .ત્યારે હાલમાં શાળા અને કોલેજોમાં શરૂ થયેલ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી શકે તે માટે ST વિભાગ દ્વારા આરસુમય નીતિ માંથી બહાર આવીને રેગ્યુલર બસો શરૂ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ ના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.
વિડિઓ જર્નાલિસ્ટ નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજણ