Satya Tv News

ક્રાઈમની અનેક ઘટનાઓને પગલે સુરત શહેર બદનામ થઈ રહ્યું છે. સુરતમાં મહિલાઓની છેડતી, બળાત્કાર, બાળકીઓ સાથે બળાત્કારના ગુનાઓ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. સુરતના ગોપીપુરામાં 13 વર્ષની દિવ્યાંગ કિશોરી સાથે છેડતીની ઘટના બની છે.

સુરતના ગોપીપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતી દિવ્યાંગ કિશોરી સાથે તેના જ એપાર્ટમેન્ટના 28 વર્ષીય યુવક વિરલ શાહે તેની છેડતી કરી હતી. દિવ્યાંગ કિશોરી એપાર્ટમેન્ટના પેસેજમાંથી જઈ રહી હતી ત્યારે એપોર્ટમેન્ટનો યુવક વિરલ શાહ તેની નજીક આવ્યો હતો. તેને દિવ્યાંગ કિશોરી સાથે અડપલા કર્યા હતા, જેથી કિશોરી તેનાથી દૂર ભાગી હતી.

error: