ભરૂચના શહેરીજનોને મોટી મુશ્કેલી
નાગરવાસીઓને વેઠવાનો આવશે વારો
નગરપાલિકાના કર્મીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર
કર્મચારીઓએ કચેરીનું તમામ કામકાજ બંધ રાખ્યું
ભરૂચમાં નગરપાલિકાના કર્મીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતારતા શહેરીજનોને મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
ગુજરાત રાજ્યની 157 નગરપાલિકાના કર્મચારીઓના વર્ષો જુના પડતર પ્રશ્નોને લઇને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકારને વર્ષો જુના પડતર જેવા કે જૂની પેન્શન યોજના લાગુ,ન.પા કર્મચારીઓને પંચાયત કર્મચારીની જેમ તમામ લાભ મળે,રોજમદાર કર્મચારીઓ માટે અલગ નીતિ બનવનમાં આવે,ખાલી જગ્યાઓ ભરવામાં આવે જેવી વિવિધ માંગણી અને પ્રશ્નોની વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહી આવતાં ગુજરાત રાજય નગરપાલિકા મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ મળી બંને મહા મંડળોના આદેશ મુજબ ભરૂચ નગરપાલિકાના તમામ કર્મચારીઓ 15 ઓક્ટોમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી પાલિકા કચેરીનું તમામ કામકાજ બંધ રાખી સૂત્રોચાર સાથે વર્ષોથી પડતર માંગણી સાથે નગરપાલિકા પટાંગણમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આવનારી દિવાળીના તહેવારના ટાણે જ નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા હડતાલ પડાતા શહેરભરમાં ગંદકી ,સફાઈ,લાઈટો,રીપેરીંગ સહિતના કામો પર બ્રેક વાગે તો નવાઈ નહિ.
વિડિઓ જર્નલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ