Satya Tv News

સુરતના કાપડના વેપારીની માહિતી એકત્ર કરી ઠગાઈ
ધંધાકીય વ્યવહાર ચાલુ કરી 53 લાખ 24 હજારથી વધુની ઠગાઈ
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુંબઈ ખાતેથી ધરપકડ કરી

ઇન્ડિયા માર્ટ નામની કોમર્શિયલ વેબસાઈટ ઉપરથી સુરતના કાપડના વેપારીની માહિતી એકત્ર કરી ધંધાકીય વ્યવહાર ચાલુ કરી 53 લાખ 24 હજારથી વધુની ઠગાઈ કરનાર આરોપીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુંબઈ ખાતેથી ધરપકડ કરી હતી.

સુરત શહેરમાં છેતરપિંડી ના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે ..ઓનલાઇન સાઈટ પરથી ડેટા ચોરી થતાની અનેક ફરિયાદ ઉઠી રહી છે ..તેવામાં સુરતના ઉધના મગદલ્લા ખાતે રહેતા જીગ્નેશભાઈ પંડિત ટેક્સટાઇલ ના વેપાર સાથે સંકળાયેલા છે ..તેમની ઇન્ડિયા માર્ટની કોમર્શિયલ વેબસાઈટ પરથી ભરત હીરાભાઈ ઢીલા નામના વ્યક્તિએ જીગ્નેશભાઈ ના વેપાર અંગેની માહિતી મેળવી તેમનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને તેમણે 25 દિવસના ટૂંકા ગાળામાં 53 લાખથી વધુ નું વિસ્કોસ કાપડ વિશ્વાસ માં લઇ ઉધાર ખરીદ્યું હતું જોકે અત્યાર સુધી રૂપિયા નહિ ચૂકવતા આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો.આરોપી ઓગસ્ટ મહિનાની 3 તારીખથી 28 તારીખ સુધી 25 દિવસ માલ ખરીદ્યો હતો.ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા માટે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ કામે લાગી હતી.પૂછપરછ દરમિયાન સુરત ખાતે રહેતા અન્ય ચાર વેપારીઓની પણ ઇન્ડિયા માર્ટ નામની કોમર્શિયલ વેબસાઈટ પરથી માહિતી મેળવી તેમની પાસેથી પણ કાપડ તેમજ ઈલાસ્ટિકનો માલ લઈ કુલ 9 લાખ 84 હજારથી વધુની ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું હતું ..આરોપીએ ગુજરાત અને અન્ય રાજ્યના વેપારીઓની પણ ઇન્ડિયા માર્ટ નામની કોમર્શિયલ વેબસાઈટ પરથી માહિતી મેળવી લઇ કરોડોની ઠગાઈ કરી હોવાની શંકા સેવાઈ રહી છે હાલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી પૂછપરછ કરી રહી છે

વિડિઓ જાર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે સત્યા ટીવી સુરત

error: