Satya Tv News

હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે મહિલા એશિયા કપ 2022ની ફાઇનલમાં શ્રીલંકાને હરાવી ટાઇટલ જીતી ફરી એકવાર ક્રિકેટમાં પોતાનો દબદબો સાબિત કરી દીધો છે.

ભારતીય મહિલા ટીમે શનિવારે એશિયા કપ T20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લંકાને ભારે પડ્યો છે. શ્રીલંકાએ શરૂઆતી ઓવર્સમાં જ વિકેટો અને ખાસ કરીને રનઆઉટમાં વિકેટો ગુમાવતા 20 ઓવરના અંતે 9 વિકેટે માત્ર 65 રન જ કરી શકી હતી. ભારતની મજબૂત બોલિંગ અને ટાઈટ ફિલ્ડિંગને કારણે લંકા આ સ્કોર પર જ રોકાઈ ગઈ હતી.

સામે પક્ષે માત્ર બે વિકેટ ગુમાવીને 69 બોલ બાકી રહેતાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા ચેમ્પિયનનો ખિતાબ ફરી એક વખત જીતી લીધો છે. ભારતે 7મી વખત આ ટાઈટલ પોતાના નામે કર્યું છે.

શ્રીલંકાની હાર સાથે ભારતીય મહિલા ટીમે એશિયા કપના ઈતિહાસમાં 7મી વખત ટાઈટલ પોતાના નામે કરી લીધું છે. આ વખતે મહિલા એશિયા કપ બાંગ્લાદેશની યજમાનીમાં રમાયો હતો. શનિવારે રમાયેલી ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકન ટીમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. ભારતીય બોલરો સામે એક પણ બેટ્સમેન ટકી શક્યા નહોતા. શ્રીલંકાએ 20 ઓવરમાં માત્ર જ વિકેટના નુકસાન પર 65 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય મહિલા ટીમે 8.3 ઓવરમાં ટાર્ગેટ પાર પાડ્યો હતો.

તેમજ ફાસ્ટ બોલર રેણુકા સિંહે 3 વિકેટ ઝડપીને શ્રીલંકન ટીમને સંપૂર્ણપણે ઘૂંટણિયે પાડી દીધી હતી. એ પછી ​​રાજેશ્વરી ગાયકવાડ અને સ્નેહ રાણાએ 2-2 વિકેટ પોતાના નામે કરી હતી. મહત્વનું છે કે, અત્યાર સુધીની મહિલા એશિયા કપની 8 સિઝન થઈ છે. જેમાંથી 7 સિઝનમાં ભારતીય ટીમે ટાઈટલ પોતાના નામે કર્યું છે.

error: