Satya Tv News

કોંગ્રેસની ભારત જોડો યાત્રા ને લઈ એક સમાચાર સામે આવ્યા છે. ભારત જોડો યાત્રા માં કરંટ લાગવાથી કોંગ્રેસના 4 કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત બન્યા હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. આજે સવારે બનેલી ઘટના બાદ ચારેયને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના કર્ણાટકના બેલ્લારીમાં બની હોવાનું ખૂલ્યું છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ને કર્ણાટકના બેલ્લારીમાં એક દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો છે. વિગતો મુજબ કોંગ્રેસની ભારત જોડો યાત્રા રવિવારે સવારે કર્ણાટકના બેલ્લારીથી શરૂ થઈ હતી. અહીંથી યાત્રા મૌકા નામના સ્થળે પહોંચી. યાત્રામાં સામેલ કેટલાક કાર્યકર્તાઓ પાસે પાર્ટીના ઝંડા અને લોખંડના સળિયા હતા. જેને કારણે અચાનક 4 લોકો કરંટ લાગ્યો હતો.

સમગ્ર મામલે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, સ્થળ પર હાજર એમ્બ્યુલન્સના ડોક્ટરોએ પ્રાથમિક સારવાર કરી અને 3 વધુ ઘાયલોને હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

મહત્વનું છે કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ થઈ હતી. 3750 કિલોમીટરની સફર પૂર્ણ કર્યા બાદ આ યાત્રા જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સમાપ્ત થશે. યાત્રામાં સામેલ તમામ સભ્યો આ સમયગાળા દરમ્યાન 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થશે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું ફોકસ લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર છે. આ મુલાકાત દરમ્યાન રાહુલે અનેક પ્રસંગોએ બેરોજગારી, ખેડૂતોની લોન માફી, સારું શિક્ષણ જેવા મુદ્દા ઉઠાવ્યા છે. તેમણે કર્ણાટકમાં એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે, રાજ્યના લોકો કન્નડ ભાષામાં પરીક્ષા કેમ આપી શકતા નથી.

error: