30 વર્ષીય ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ઈન્દોર સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. તેણે ઘરમાં ગળેફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. એક્ટ્રેસે સુસાઇડ નોટ પણ લખી છે. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. વૈશાલી ‘બિગ બોસ 11’માં પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે વૈશાલી ઉજ્જૈનના મહિદપુરની હતી.
વૈશાલી છેલ્લા એક વર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. પોલીસને આત્મહત્યાની માહિતી મળતા જ ઘટનાસ્થળે હાજર થઈ હતી. એક્ટ્રેસની લાશને પોસ્ટમોર્ટમ માટે MS હોસ્પિટલ મોકલી આપવામાં આવી છે. પોલીસને વૈશાલીની ડેડબૉડી આગળ સુસાઇડ નોટ પણ મળી છે.
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, ઈન્દોરનું તેજાજી નગર પોલીસ સ્ટેશન આ કેસની તપાસ કરે છે. પોલીસ એક્ટ્રેસે શા માટે આત્મહત્યા કરી તે અંગેનું કારણ જાણવાનો પ્રયાસ કરે છે. એક્ટ્રેસને સુસાઇડ નોટ પણ મળી છે. પ્રાથમિક તપાસમાં પોલીસ લવ એંગલથી કેસની તપાસ કરી રહી છે.
વૈશાલી ઠક્કરના મોતના સમાચાર સાંભળ્યા બાદથી ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે. વૈશાલીના મિત્રો પણ આ વાત સ્વીકારવા તૈયાર નથી.
વૈશાલીએ 2015માં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’થી ટીવી કરિયર શરૂ કરી હતી. આ સિરિયલમાં તેણે સંજના સિંઘનું પાત્રનું ભજવ્યું હતું. ત્યારબાદ તે ‘યે હૈ આશિકી’માં જોવા મળી હતી. ‘સસુરાલ સિમર કા’માં તેણે અંજલિ ભારદ્વાજનો રોલ પ્લે કર્યો હતો. ‘સુપર સિસ્ટર્સ’માં તે શિવાની બની હતી. ‘વિષ યા અમૃતઃ સિતારા’, ‘મનમોહિની 2’ જેવી સિરિયલમાં કામ કર્યું હતું. છેલ્લે તે ‘રક્ષાબંધનઃ રસાલ અપને ભાઈ કી ઢાલ’માં કનકના રોલમાં જોવા મળી હતી.