Satya Tv News

સમગ્ર ગુજરાતના મોટા મોટા સેન્ટરોમાં આજે GPSC પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સુરતમાં પણ આજે ખૂબ જ મહત્વની ગણાતી સરકારી પરીક્ષા GPSCની પરીક્ષાનું આયોજન કરાયું હતું. સુરતમાં જુદા જુદા 60 સેન્ટરો પર આ પરીક્ષા યોજવામાં આવી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષા યોજાઈ હતી. જેમાં ઉત્સાહભેર ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો.

સરકારી નોકરી માટેની ખૂબ જ મહત્વની ગણાતી એવી GPSCની પરીક્ષા આજે સમગ્ર ગુજરાતના મહત્વના સેન્ટર ઉપર લેવાઈ હતી. ગુજરાતના જુદા જુદા મોટા શહેરોમાં યોજાયેલી પરીક્ષા સુરત ખાતે પણ યોજવામાં આવી હતી. નાયબ મામલતદાર,નાયબ સેક્શન અધિકારી સહિતની જગ્યાઓ માટે GPSCની આ પરીક્ષા યોજાઇ હતી.જેમાં સુરત ખાતે 60 સેન્ટરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને અન્ય શહેરોમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી લેવાયેલી સરકારી નોકરીઓની પરીક્ષાઓમાં જોવા મળ્યું છે કે ગેરરીતિઓ સામે આવી છે. પેપરો ફૂટવાની ઘટના અને ચોરી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે આ વખતની GPSCની પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતી ન થાય તેને લઈને ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તમામ સેન્ટર ઉપર ગોઠવવામાં આવ્યો હતો. સુરતમાં લેવાયેલ 60 જેટલા સેન્ટરોમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તમામ ઉમેદવારોને વિશેષ રીતે તપાસવામાં આવી રહ્યા હતા. કોઈપણ ઉમેદવાર પેન કે પેન્સિલ સિવાય અન્ય કોઈપણ સામગ્રી તેની સાથે ન લઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે GPSCની પરીક્ષા પૂર્ણ થઈ હતી.

​​​​​​​GPSCની પરીક્ષાને લઇ ઉમેદવારો ખૂબ જ લાંબા સમયથી તૈયારી કરતા હોય છે.આ વખતે ઘણા સમય બાદ લેવાયેલી આ પરીક્ષા માટે ઉમેદવારોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે પરીક્ષા સેન્ટર પર આવેલા તમામ ઉમેદવારોમાં એક ડર સતાવી રહ્યો હતો કે પરીક્ષા પૂર્ણ થઈ ગયા પછી ગુજરાતના કોઈ પણ ખૂણા માંથી ભૂતકાળમાં બનેલી પેપર લીક જેવી જેવી ઘટના સામે ન આવે તો સારું.તમામ ઉમેદવારો ઉત્સાહભેર તૈયારી કરીને પરીક્ષા સેન્ટરો પર પહોંચ્યા હતા. પરીક્ષાને લઈને એક અલગ ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.બસ તમામ ઉમેદારો એક જ સરકાર તરફથી આશા સેવી રહ્યા છે કે ભૂતકાળમાં સામે આવેલી પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ પેપર કાંડ જેવી ઘટના આ પરીક્ષામાં પણ પાછળથી સામે ન આવે.એવું થાય છે તો પરીક્ષાનું પરિણામ લંબાઈ જાય છે, ભરતી પ્રક્રિયા લંબાઈ જાય છે, જેને લઇ ઉમેદવારોનો ઉત્સાહ નાસીપાસ થઈ જાય છે.

error: