ડેડીયાપાડા તાલુકામાં બુટલેગરો બન્યા બેફામ
દારૂની હેરાફેરી કરતા બુટલેગરોએ અન્ય બાઈકને ટક્કર મારી
બાઈક પર ટક્કર મારતા બાઈક ચાલક ઇજાગ્રસ્ત
ડેડીયાપાડા તાલુકાના ભરાડા ગામના પુલ પાસે ઈંગ્લીશ દારૂની બાઈક ઉપર હેરાફેરી કરતા બુટલેગરો એ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે પુરઝડપે બાઈક દોડાવતા અન્ય મોટર સાયકલને પાછળથી ટક્કર મારી હતી. બને બાઇકો અથડાતા બંને બાઈક ચાલકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે કોથળામાં ભરેલો ઈંગ્લીશ દારૂનો બિયરના ટીનના નંગોનો જથ્થો મુખ્ય માર્ગ ઉપર ખુલ્લામાં વેર વિખેર થઈ ગયો હતો.
ચીકદા વિસ્તારમાં સાગબારા તેમજ ઉમરપાડા તાલુકા માંથી બેફામ રીતે ખુલ્લે આમ આવતો ઈંગ્લીશ દારૂની હેરાફેરી થાય છે. દિન દહાડે નંબર પ્લેટ વગરની સ્પોટર્સ બાઈક ઉપર કોથળામાં ઈંગ્લીશ દારૂની બોટલો ભરી એક જગ્યાએ થી બીજી જગ્યાએ હેરાફેરી થાય છે. આ બાઇકો એટલી સ્પીડમાં જાય છે કે સામે કોઈ અડફેટે આવી જાય તો ઇજાગ્રસ્ત થઈ જાય. સ્થાનિક લોકોએ ઘણીવાર આ બેરોકટોક બાઈક પર ચાલતી દારૂની હેરાફેરી કરનાર લોકોની પોલીસને ફરિયાદ પણ કરી છે. પરંતુ ડેડીયાપાડા પોલીસનો પણ આવા બેફામ દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ઉપર છૂપો આશીર્વાદ હોવાની લોક મુખે ચર્ચાએ થવા લાગી છે. ભરાડા ગામ પાસે બનેલા અકસ્માતમાં બાઈક પર સવાર બે સ્ત્રીઓ તેમજ એક પુરુષને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે દારૂની હેરાફેરી કરતા બંને બુટલેગરોને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. ત્યારે મુખ્ય માર્ગો પર દિન દહાડે ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરતા આવા નામચીન બુટલેગરો પર પોલીસ અંકુશ લગાવશે કે કેમ તે જોવાનું રહ્યું.
વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા