કાંકરિયાના વેપારીને સોશિયલ મિડિયાથી ધંધો કરવો ભારે પડયો
નારોલથી વેપારીને કારમાં બેસાડી દારુ પીવડાવી ભીલવાસ લઇ ગયા
કાંકરિયા વિસ્તારમાં રહેતા અને બાકરોલ ખાતે પ્લાસ્ટીકની સુતળીનો વેપાર કરતા વેપારીને સોશિયલ મિડિયા દ્વારા અજાણી વ્યક્તિ સાથે વેપાર કરવાનું ભારે પડયું હતું, વેપારી પાસેથી રૃપિયા વસૂલવા માટે નકલી પોલીસ સહિત કર્ણાટકના ચાર શખ્સાઓએે વેપારીનું અપહરણ કર્યું હતું, એટલું જ નહી વેપારીને દારુ પીવડાવીને બેભાન કર્યા બાદ ભરુચ,, વસાડ, અને વાપી બાદ સેલવાસ લઇ ગયા હતા પરિવારજનોએ પોલીસને જાણ કરતા રોકડા તથા દાગીના સહિત કુલ રૃા. ૪.૭૦ લાખની મત્તા લૂંટી લીધા બાદ ભીલવાસથી મુક્ત કર્યા હતા.
કર્ણાટકના શખ્સે નારોલથી વેપારીને કારમાં બેસાડી દારુ પીવડાવી ભીલવાસ લઇ જઇને રોકડ, દાગીના સહિત રૃા. ૪.૭૦ લાખ લૂંટી લીધા
આ કેસની વિગત એવી છે કે કાંકરિયા વિસ્તારમાં આબાદ ડેરી સામે વિજય પ્લાઝામાં રહેતા અને બાકરોલ ખાતે અનમોલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લાસ્ટીકના સુતળી બનાવવાનો વ્યવસાય કરતા જયભાઇ સતીષકુમાર અગ્રવાલ (ઉ.વ.૩૬)એ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં કર્ણાવાટના ડુન્ગાગૌડા તમન્નાગૌડા પાટીલ (ડી.ટી.પાટીલ ) તથા તેમના સાળા પ્રવીણ પાટીલ તેમજ રાહુલ અને મુરલી ઉફે ગૌરવા નામના નકલી પોલીસ વાળા સામે ફરિયાદ નોંધાવી છેકે વેપારીનો ટી.ડી. પાટીલ સાથે ચાર વર્ષ પહેલા સોશિયલ મિડિયાથી સપંર્ક થયો હતો.
ત્યારબાદ વોટ્સએપ ઉપર ભાવ તાલ મોકલીને સુતળીનો વ્યવસાય શરું કર્યો હતા, જો કે ૫૦ ટકા પહેલા આપ્યા બાદ માલ મોકલતા હતા. શરુઆતમાં સમયસર રૃપિયા મોકલતા હતા. બાદમાં ૮ હજાર કિલો સુતળીનો ઓર્ડર આપ્યો હતો અને બીલ વગર માલની માંગણી કરતા વેપારીએ ના પાડી હતી. ઓર્ડરના આપેલા રૃપિયા માટે અવાર નવાર ફોન પર ઉઘરાણી કર્યા બાદ આરોપીઓ તાજેતરમાં કર્ણાટકથી અમદાવાદ આવ્યા હતા અને વેપારીને નારોલ ખાતે હોટલમાં બોલાવીને કારમાં અપહરણ કરીને લઇ ગયા હતા રસ્તામાં દારુ પીવડાવીને દારુ પીવડાવીને બેભાન કર્યા બાદ ભરુચ,, વસાડ, અને વાપી બાદ સેલવાસ લઇ ગયા હતા પરિવારજનોએ પાસે આંગડિયા તથા ઓન લાઇન પેમેન્ટની માંગણી કરતા હતા. જો કે પોલીસને જાણ કરતા ડરના માર્યા વેપારી પાસેથી રોકડા તથા દાગીના સહિત કુલ રૃા. ૪.૭૦ લાખની મત્તા લૂંટી લીધા બાદ ભીલવાસથી છોડી મૂકીને નાસી ગયા હતા.