Satya Tv News

સોશિયલ મીડિયામાં હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે
રમેશ વણઝારા નામના વ્યક્તિનું ડાંડિયા રમતા રમતા મોત
પરિવારજનોએ હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરાયા

નવરાત્રી દરમિયાન કેટલીક જગ્યાઓ પર લોકોને ગરબા રમતા-રમતા હાર્ટ એટેક આવવાના ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે. ઘણા કિસ્સામાં લોકો ડાન્સ કરતા કે પછી ચાલુ નાટકમાં રોલ ભજવતા હાર્ટ એટેક આવવાથી મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવી જ એક ઘટના ફરી એક વખત સામે આવી છે. જેમાં ગરબા રમતા રમતા એક વ્યક્તિ મોતને ભેટતો જોવા મળી રહ્યો છે. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પારિવારિક પ્રસંગ ચાલતો જોવા મળી રહ્યો છે. આ પ્રસંગમાં લોકો ગરબા રમતા જોવા મળી રહ્યા છે. ગરબા દરમિયાન 2 યુવકો ડાંડીયા રમતા જોવા મળી રહ્યા છે. જેમાંથી એક યુવક દાંડીયા રમતા સમયે અચાનક જ ઢળી પડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, આ વાયરલ વિડીયો દેવગઢબારિયાનો હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં રમેશ વણઝારા કે જે ઈંટ રેતી અને જમીનના લેવલિંગ કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના ઘરે પારિવારિક પ્રસંગ ચાલી રહ્યો હતો. તે દરમિયાન રમેશ વણઝારા ગરબા રમી રહ્યા હતા. જ્યાં અચાનક રમેશ વણઝારાને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા હતા. જેથી પરિવારજનો દ્વારા રમેશભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબિબોએ રમેશ વણઝારાને મૃત જાહેર કર્યા હતા. અને તેમના મોતનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું હતું. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હ્રદય રોગ સામાન્ય રીતે 40 વર્ષની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવાની સંભાવના વધારે જોવા મળે છે. પરંતુ હાલના સમયમાં હાર્ટ એટેક કે તેના સંબંધિત બિમારીઓ નાની ઉંમરના લોકોમાં પણ વધારે જોવા મળી રહી છે. જેને લઈને કેટલાક યુવાનોએ મોતને વ્હાલું કરવાનો વારો આવ્યો છે.

error: