Satya Tv News

ગુજરાત સરકારે દિવાળી પહેલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મહત્વની રાહત આપતા રાજ્યના 38 લાખ LPG ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે.

દિવાળી પહેલા ગરીબ અને મધ્યમ વર્ગ માટે આનંદના સમાચાર
ગરીબ-મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત અપાશે
CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો

દિવાળી પહેલા ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યના 38 લાખ LPG ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું કે, ‘ ઉજ્જવલા યોજના અંતર્ગત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત અપાશે. ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જ જમા થઇ જશે. ગેસ સિલિન્ડર માટે કુલ 650 કરોડની રાહત અપાશે. તેમજ CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.’

ગેસ સિલિન્ડર માટે કુલ રૂ.650 કરોડની રાહતની જાહેરાત
ઉજ્જવલા યોજના હેઠળ વર્ષમાં બે સિલિન્ડર મફત આપવામાં આવશે
ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જમા થઇ જશે
CNG-PNG ના વેટમાં પણ રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો

error: