ડભોઇ નગરના આયુષ સોસાયટી ખાતે જુના મકાનનું બાંધકામ તોડફોડ કરતાં સિલેબ અને દાદરનો ભાગ એકાએક તૂટીને બે શ્રમ જીવીઓ ઉપર પડતા કાટમાલ નીચે દબાઈ જતાં એક યુવાનનું મોત અને બીજો યુવાન ઈજાગ્રસ્ત થતા ગમ ગમી ફેલાઈ ગઈ હતી.મળતી વિગતો અનુસાર ડભોઇ આયુષ સોસાયટીએ 26માં રહેતા કલ્પેશભાઈ જશભાઈ પટેલના મકાન જૂનું હતું. જેને તોડફોડ કરી અને નવીનીકરણ બનાવવા માટે છેલ્લા કેટલાક દિવસ કામગીરી ચાલતી હતી.
આજરોજ કામગીરી રાખનાર મુકેશભાઈએ તેઓના શ્રમજીવી કારીગરો હર્ષદભાઈ ઇશ્વરભાઇ તડવી અને ધનિજભાઈ રહેવાસી મૂળિયા ગામ તિલકવાડા તાલુકાના ઓએ મકાનની તોડફોડ દરમિયાન એકાએક સિલેબ અને દાદરનો ભાગ અકસ્માતે તૂટી પડતા કાટમાલ નીચે બંને યુવાનો દબાઈ જતા હર્ષદભાઈ ઇશ્વરભાઇ તડવીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
જ્યારે ધનીજભાઈને શરીરે ગંભીર ઇજા થતાં તેઓને સારવાર રીતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવવા અંગેની ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને જાણ થતા ઘટનાસ્થળે આવી પહોચ્યાં હતા. અકસ્માતે મોત અંગે પીઆઇ એસ જે વાઘેલા તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.