Satya Tv News

35 વર્ષના નરાધમે ગરીબની દીકરીને મેગીની લાલચ આપી હતી, રસ્તામાં અપડલાં પણ કર્યાં હતાં

‘અહીં પોલીસ આવે છે’ પૂછતાં મહિલાને શંકા ગઈ, હોમગાર્ડ‌્સને બોલાવી ડુમસ પોલીસને સોંપી દેવાયો, વેસુ પોલીસે અપહરણ-પોક્સોનો ગુનો નોંધ્યો
ડુમસ ચોપાટી ગોલ્ડન બીચ પર મક્કાઇ વેચતી મહિલાની સમયસૂચકતાને કારણે 11 વર્ષની બાળકી બળાત્કારનો ભોગ બનતા બચી છે. વેસુના નેપાળી દંપતીની 11 વર્ષની દીકરીને એક ઈસમે હોટેલમાં જમવા લઈ જવાની લાલચ આપી બાઇક પર ડુમસ લઈ ગયો હતો. તેણે ચાલુ બાઇકે અપડલાં પણ કર્યાં હતાં. ચોપાટી ગોલ્ડન બીચ પર ઝાડીમાં લઈ જઈ નરાધમ રેપ કરવાનો હોય એવી મક્કાઈ વેચતી મહિલાને આશંકા ગઈ હતી. બીજી તરફ મહિલાને બાળકીની ઉંમર જોઇને પણ શંકા જતાં તેમણે એક હોમગાર્ડને આ અંગે જાણ કરી હતી. હોમગાર્ડે ડુમસ પીઆઈ અંકિત સોમૈયાને જાણ કરતાં તેમણે નજીકની ચોકીમાં ફરજ બજાવતા પો.કો. ઈશ્વર બબાને જાણ કરી હતી.

ઈશ્વર બબાએ તાત્કાલિક બીચ પર દોડી આવી નરાધમને પોલીસ સ્ટેશને લઈ જઈ પૂછપરછ કરી હતી. જેમાં બાળકી અને આરોપી બંનેના નિવેદનો વિરોધાભાસી આવ્યા હતા. આથી પોલીસે ઉપરી અધિકારીને પણ જાણ કરી હતી. પછી બાળકીના પરિજનોને બોલાવાયા હતા, જેમાં ખબર પડી હતી કે, આરોપી બાળકીને જમવાની લાલચ આપી વેસુથી બાઇક પર બેસાડી લાવ્યો હતો. પોલીસે શી-ટીમની સાથે બાળકીને વેસુ પોલીસ સ્ટેશને મોકલી હતીજ્યાં બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે દીપક સત્યનારાયણ ચાવલા (35) (રહે, દિપેશ્વરી એપાર્ટમેન્ટ, ઉધના, મૂળ રહે, બિકાનેર, રાજસ્થાન) સામે છેડતી અને પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ગુનામાં વપરાયેલી બાઇક પણ કબજે લીધી છે. આરોપી અપરિણીત છે અને સાડીની મજૂરી કરે છે.

સોમવારે સવારે 10.30 વાગ્યાના અરસામાં એક યુવક અને એક બાળકી મારી લારી પર આવ્યા હતા. આ સમયે હું લારીની સાફ-સફાઈ કરતી હતી. યુવકે મોઢા પર રૂમાલ બાંધેલો હતો. યુવકે મને પૂછયું કે માસી, અહીં પોલીસવાળા ફરે છે? મેં કહ્યુંં કે હા. 2 હોમ ગાર્ડ આવતા રહે છે અને 2 પોલીસ અંદર પણ હોય છે. આવા પ્રશ્નથી મને આશંકા ગઈ અને મેં એ યુવકને બાળકીની ઉંમર પૂછી તો તેણે 20 વર્ષની કહી હતી. આથી મેં કહ્યું કે, ખોટું ન બોલ. છોકરી નાની છે. અહીં કેમ લઈ આવ્યો? તો એણે કહ્યું, માસી ફરવા આવ્યા છે. જો કે તે છોકરીને ઝાડીમાં આવવા બળજબરી કરતો હતો. અને છોકરી ના પાડતી હતી. તેણે મને કહ્યું કે માસી મેગી બનાવી આપ. મેં ના પાડી અને ફરવા આવેલા બ યુવકોને હોમગાર્ડને બોલાવવા કહ્યું હતું. હોમ ગાર્ડ કિરણભાઈને મેં ઘટના કહી હતી. હોમગાર્ડે બાળકી વિશે યુવકને પૂછતાં તે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આથી હોમગાર્ડએ ડુમસ પોલીસને જાણ કરી હતી

error: