નોઈડામાં 7 મહિનાના માસૂમ પર રખડતા શ્વાને હુમલો કર્યો જેમાં બાળકનુ મોત નીપજ્યુ છે. ઘટના નોઈડાના લોટસ બુલેવર્ડ સોસાયટીની છે. શ્વાનના હુમલામાં બાળક ગંભીર ઈજાગ્રસ્ત થઈ ગયુ હતુ. સારવાર દરમિયાન બાળકનુ મૃત્યુ થઈ ગયુ. જે સમયે આ ઘટના ઘટી તે સમયે બાળકના માતા-પિતા સોસાયટીમાં મજૂરી કામ કરી રહ્યા હતા.
અચાનક ત્રણ શ્વાનોએ બાળક પર હુમલો કરી દીધો. બાળકની સારવાર યથાર્થ હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ ઘટના માટે સોસાયટીના લોકોએ મેન્ટેનન્સ અને ડોગ લવરને જવાબદાર ઠેરવ્યા છે.
બાળકના માતા-પિતા મધ્ય પ્રદેશના દામોહના રહેવાસી છે. સોસાયટીના લોકોના જણાવ્યા અનુસાર ઘણી વખત આવી ઘટનાઓ થતી રહે છે. ડોગ લવર રખડતા શ્વાનોને સોસાયટીની અંદર જ જમવાનુ આપે છે. તેથી સોસાયટીમાં રખડતા શ્વાનોની સંખ્યા પણ ખૂબ વધારે થઈ ગઈ છે.