Satya Tv News

Hunter is looking a place for ambush, mountain hunting, forestland.

ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે અને ભારત તેની પહેલી મેચ 23 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. પણ એ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલીયા સામે ગઈ કાલે તેનો પહેલો ઓફિશિયલ વોર્મ-અપ મેચ રમ્યો હતો અને એ મેચમાં ભારતે ઓસ્ટ્રેલીયાને 6 રનથી માત આપી હતી. ત્યારથી લોકોને લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતવા માટે એક પ્રબળ દાવેદાર છે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે અને 16 ટીમોમાંથી કુલ 8 ટીમો એ સીધા જ ગ્રુપ-12 સ્ટેજ માટે ક્વોલિફાય કરી લીધું છે જ્યારે બાકીની 4 ટીમ ક્વોલિફિકેશન રાઉન્ડ જીતીને તેની જગ્યા વર્લ્ડ કપ મેચમાં નક્કી કરશે.

હાલ લગભગ દરેક ભારતીય ક્રિકેટ ફેન્સની નજર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને T20 વર્લ્ડ કપના બેટ્સમેન વિરાટ કોહલી પર છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ વોર્મ-અપ મેચ રમી હતી એ દરમિયાન પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે વિરાટ કોહલી વિશે નિવેદન આપ્યું હતું જે હાલ સોશ્યલ મીડિયા પર ઘણું વાયરલ થઈ રહ્યું છે.

પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા ગૌતમ ગંભીરે વિરાટ કોહલીને લઈને ફરી એક નિવેદન આપતા કહ્યું હતું કે બેટ્સમેનનું કામ રન બનાવવાનું છે અને બોલરનું કામ વિકેટ લેવાનું છે. એટલા માટે વિરાટ સહિત તમામ બેટ્સમેન આ માનસિકતા સાથે T20 વર્લ્ડ કપમાં ઊતરવું જોઈએ. આ સાથે ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું હતું કે વિરાટ કોહલીએ માત્ર રન બનાવવા વિશે જ વિચારવું જોઈએ, રેકોર્ડ બનાવવા કે તોડવાનું નહીં.

ભારત-પાકિસ્તાન મેચ પહેલા ગૌતમ ગંભીરે વિરાતને સલાહ આપતા કહ્યું હતું કે ‘રન બનાવવાની માનસિકતા સિવાય, બેટ્સમેનને અન્ય કોઈ માનસિકતા ન હોવી જોઈએ. બેટ્સમેનનું કામ રન બનાવવાનું છે, બોલરનું કામ વિકેટ લેવાનું છે. એવા રન બનાવો જેનાથી ટીમ જીતે એવા રન નહીં કે જે તમારા રેકોર્ડમાં જાય, 50 કે 100 બનાવો કે 40 કે 30 રન બનાવો પણ એ રનને કારણે તમારી ટીમ 170/180 સુધી પહોંચી જવી જોઈએ. જો તમે સામેની ટીમ એ બનાવેલ ટાર્ગેટનો પીછો કરી રહ્યા હોય તો એવા રન બનાવો જેનાથી લોઅર મિડલ ઓર્ડરનું દબાણ દૂર થાય.

ગૌતમ ગંભીરે આગળ કહ્યું હતું કે, ‘મારુ એવું માનવું છે તમે જ્યારે આવા બધા ટુર્નામેંટમાં જાઓ ત્યારે તમારો વ્યક્તિગત રેકોર્ડ ઘરે રાખીને જાવો જોઈએ. જો તમે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છો તો તમારે ફક્ત ઈન્ડિયા વિશે વિચારીને જવું જોઈએ કારણ કે આ ટૂર્નામેન્ટમાં વ્યક્તિગત રેકોર્ડનું કોઈ મૂલ્ય નથી પણ વર્લ્ડ કપ જીતવાનું મૂલ્ય છે. તમે 500 રન બનાવી લીધા પણ ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય ન થ તો તે રન ફક્ત તમારા રેકોર્ડમાં આવે છે પણ ક્વોલિફાઈ ન થવાની ટીકા આખી ટીમને મળે છે.

error: