માત્ર પંદર કરોડ રૂપિયામાં બનેલી અને બોક્સ ઓફિસ પર 340 કરોડ રૂપિયાની કમાણી કરીને દેશભરમાં તહેલકો મચાવી દેનાર કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને હજી ચાહકો ભુલ્યા નથી.
આ ફિલ્મના ચાહકો માટે બીજી એક સારી ખબર એ છે કે, કાશ્મીર ફાઈલ્સના પ્રોડ્યુસર અને ડાયરેકટર વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીર ફાઈલ્સનો પાર્ટ ટુ બનાવવાનુ પણ નક્કી કર્યુ છે.
કાશ્મીરી પંડિતોના આતંકીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગ વચ્ચે લોકોમાં ભારે આક્રોશ છે.કારણકે સરકાર આ હત્યાઓ અટકાવી શકવામાં નિષ્ફળ ગઈ છે.જેને લઈને સોશિયલ મીડિયા પર પણ લોકો ગુસ્સો ઠાલવી રહ્યા છે.
એક યુઝરે કાશ્મીરી પંડિતો પર થઈ રહેલા અત્યાચારનો વિડિયો શેર કરીને કહ્યુ હતુ કે, કાશ્મીરમાં પંડિતોની એક પછી એક હત્યા થઈ રહી છે અને હિન્દુઓના ઠેકેદાર હોવાનો દાવો કરતી સરકાર સુઈ રહી છે.કાશ્મીરી પંડિતો 90ના દાયકા જેવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે.
આ ટ્વિટને રિટ્વિટ કરીને એક યુઝરે વિવેક અગ્નિહોત્રીને પૂછ્યુ હતુ કે, શું વિવેક અગ્નિહોત્રી તેના પર ફિલ્મ બનાવશે ત્યારે વિવેક અગ્નિહોત્રીએ જવાબ આપ્યો હતો કે, હાજી કામ ચાલુ છે અને 2023ના મધ્ય સુધી રાહ જુઓ.
આમ વિવેક અગ્નિહોત્રીએ પોતે જ જાહેર કર્યુ છે કે, કાશ્મીર ફાઈલ્સનો બીજો પાર્ટ રિલિઝ કરવામાં આવશે.કાશ્મીરી પંડિતોની પરેશાની અને વ્યથાને લોકો સુધી પહોંચાડવામાં આવશે.