અગ્રીમ હરોળ નિદર્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ન.કૃ.યુ ખાતે અગ્રીમ હરોળ નિદર્શન અંતર્ગત ડેડીયાપાડાના જુદા જુદા ગામો મોહબી અને ઘોડી ગામના સ્વયં સહાયતા સમૂહના બહેનોને થાક ઓછો લાગે,મજૂરી ખર્ચ બચે અને કાર્ય ઝડપ થી થાય તે હેતુ થી ડાંગર ઝૂડવાનું મશીન આપવામાં આવ્યું હતું, ચીલાચાલું પધ્ધતિમાં ડાંગરની લણણી વખતે દાણાનો બગાડ અને વેડફાતો વધુ સમય ઓછો કરવાના હેતુથી આ પ્રકારનું થ્રેસર આપવામાં છે. ડાંગરમાંથી તેના દાણા છૂટા પાડવા માનવશ્રમ ઉપરાંત ઈલેકટ્રીક મોટરથી સંચાલિત પેડી થ્રેસરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ પગ સંચાલિત પેડી થ્રેસરમાં ઈલેકટ્રીક મોટર વગેરે ગોઠવી કરી તેના દ્ધારા ડાંગર ઝુંડવાનું કાર્ય થતું હોય છે. આ સાધનમાં ઉપયોગ વખતે ડાંગરના પૂળાને પકડી રાખવો પડતો હોય છે. થ્રેસરમાં ડાંગરના પૂળા પકડાઈ, ઝૂડાઈને બહાર આપોઆપ એવા ને એવા નીકળે છે. જેથી તેનો ઉપયોગ પશુઓના ચારા તરીકે કરી શકાય છે. ડાંગર સાફ અને ચોખ્ખી નીકળે છે જેને ઉપણવી પડતી નથી. મજૂરથી ઝૂડેલ પૂળામાં ડાંગર રહી જતી હોય છે, જે આ થ્રેસરથી ઝૂડેલ ડાંગર પુળીયામાં રહેતી નથી. આ થ્રેસરથી ૧ વિઘાની ડાંગર કાઢતા લગભગ ૧.પ કલાક જેવો સમય લાગે છે. આ યંત્ર ધ્વારા ઝડપથી કાર્ય થતું હોય મજૂરીની બચત થાય છે.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. પ્રમોદકુમાર વર્મા,વૈજ્ઞાનિક ડો. મીનાક્ષી તિવારી, ડૉ.વી કે પોશિયાની ઉપસ્થિતિમાં તેમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપળા