Satya Tv News

આ ચોથો મામલો છે જ્યારે ડ્રેગને આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરવાનો ઈન્કાર કરી દીધો છે

ચીને પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી શાહિદ મહમૂદને વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવા માટે યુએનમાં ભારત અને અમેરિકાના પ્રસ્તાવ પર રોક લગાવી દીધી છે. આ ચોથો મામલો છે જ્યારે ડ્રેગને આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરવાનો ઈન્કાર કરી દીધો છે.

ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલ કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ મહમૂદને વૈશ્વિક આતંકવાદી તરીકે સુચિબદ્ધ કરવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવ પર રોક લગાવી દીધી છે. આટલા મહિનામાં આ ચોથી વખત છે જ્યારે ચીને પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાના પ્રસ્તાવોને સૂચિબદ્ધ કરવા પર રોક લગાવી દીધી છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ડિસેમ્બર 2016માં મહમૂદને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કર્યો હતો.

ગયા મહિને, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે UNGAના 77માં સત્રને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરવા અંગે ચીન અને પાકિસ્તાન બંનેને સૂચના આપી હતી.

error: