Satya Tv News

આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની વિશેષ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મિશન LiFEનું વૈશ્વિક લૉન્ચિંગ કરવામાં આવ્યું. એન્ટોનિયો ગુટેરેસનો ઉદ્દેશ્ય સ્થિરતા પ્રત્યે આપણા સામૂહિક દ્રષ્ટિકોણને બદલવા માટે એક રણનીતિનું પાલન કરવાનો છે. વિશ્વના નેતાઓ પણ ભારતની આ પહેલને અભિનંદન આપે છે અને આપણી પૃથ્વીને ભાવિ પેઢીઓ માટે રહેવા માટે એક સુંદર સ્થળ બનાવવાના મિશન માટે તેમનો ટેકો આપે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે આ પહેલને વૈશ્વિક કક્ષાએ લૉન્ચ કરવામાં આવી.

મિશન લાઇફની શરૂઆત પર વિશ્વના નેતાઓએ અભિનંદન સંદેશાઓ થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલને સમર્થન આપ્યું અને વધુ સારા જીવન માટે તેમનું સમર્થન પણ આપ્યું.

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: